ભારત અને UAE વચ્ચે ઐતિહાસિક તેલ કરાર
કટોકટીના સમયમાં દેશને મળશે 'ઉર્જા કવચ'

ભારત અને UAE વચ્ચે ઐતિહાસિક તેલ કરાર

ભારત અને UAE વચ્ચે ઐતિહાસિક તેલ કરાર
India-UAE Crude Oil Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત (UAE) પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલને લઈને એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સમજૂતી થઈ છે. આ નવા કરાર હેઠળ, UAE હવે ભારતના અંડરગ્રાઉન્ડ ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’ (વ્યૂહાત્મક તેલ ભંડાર) માં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો વિશાળ જથ્થો સ્ટોર કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ ઐતિહાસિક ડીલની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, ભારતની ઉર્જા સુરક્ષાની દિશામાં આ અત્યાર સુધીનું સૌથી મોટું અને અભૂતપૂર્વ પગલું છે.
ભારતની ઉર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક તેલ ભંડાર
ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે લગભગ 85 ટકા જેટલું ક્રૂડ ઓઈલ વિદેશોથી આયાત કરે છે. ભવિષ્યમાં યુદ્ધ, ભૌગોલિક-રાજકીય તણાવ કે અન્ય કોઈ વૈશ્વિક કટોકટીના કારણે સપ્લાય ખોરવાય નહીં તે માટે ભારતે જમીનની નીચે ગુફાઓ જેવા વિશાળ પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) આ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં પોતાનું તેલ રાખશે. આ કરાર માત્ર સામાન્ય તેલ ખરીદીનો નથી, પરંતુ ભારતની ધરતી પર જ UAEના તેલનો એક મોટો સ્ટોક હંમેશા અનામત રાખવાનો છે. આ જથ્થો એટલો મોટો છે કે કોઈપણ કટોકટીના સમયે ભારતને મહિનાઓ સુધી સુરક્ષા આપશે અને જરૂર પડ્યે ભારત પોતાના પાડોશી દેશોને પણ ઉર્જા સહાય કરી શકશે.
એલપીજી સપ્લાય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોના કારણે આ સંભવ બન્યું છે. આ કરાર માત્ર ક્રૂડ ઓઈલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચે લોંગ-ટર્મ એલપીજી (LPG) સપ્લાય અને સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ અંગે પણ મહત્વની સહમતી સધાઈ છે, જે ભારતના રસોડાથી લઈને ફેક્ટરીઓ સુધી ઈંધણનો પુરવઠો સુરક્ષિત રાખશે. આ ઉપરાંત, યુએઈ હવે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી રહ્યું છે.
વૈશ્વિક કટોકટી સામે ભારતનું નવું 'કવચ'
હાલમાં મધ્ય-પૂર્વમાં હોર્મુઝ જળમાર્ગ પર સતત વૈશ્વિક સંકટના વાદળો ઘેરાયેલા રહે છે. જો ભવિષ્યમાં અરબ સાગરમાં દરિયાઈ જહાજોની અવરજવર અટકી જાય, તો પણ ભારતની ધરતી પર જ તેલનો મોટો બેકઅપ સ્ટોર થયેલો હશે. આ ઉપરાંત, યુએઈ પણ હોર્મુઝના માર્ગને બાયપાસ કરવા માટે નવી પાઈપલાઈન નાખવાનું કામ ઝડપી ગતિએ કરી રહ્યું છે, જે ભારતની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.