SCO સમિટમાં આતંકવાદ મુદ્દે ભારત નારાજ, રાજનાથ સિંહે જોયન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરતા કર્યો ઈનકાર
SCO સમિટમાં આતંકવાદ મુદ્દો ન જોડી શકાય તે કારણે રાજનાથ સિંહે જોઈન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર ન કરતા પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચીનના કિંગદાઓ શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની શિખર સમિટમાં ભાગ લેવા ગયા હતા. જોકે, સમિટના અંતે જાહેર કરવામાં આવનાર સંયુક્ત નિવેદન (Joint Statement) પર રાજનાથ સિંહે હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો છે. આ પાછળનું કારણ આતંકવાદના મુદ્દાને નિવેદનમાં સ્થાન ન મળવું છે, જેને લઈને ભારતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આતંકવાદને લઈ ભારતનું કડક વલણ
ભારતની માંગ હતી કે, આતંકવાદને સમિટના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ કરવું જોઈએ. ખાસ કરીને પહલગામમાં થોડા દિવસ પહેલાં લશ્કર-એ-તૈયબા જેવા આતંકી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલાને આધારે ભારત આ મુદ્દે વધુ ગંભીર બની ગયું હતું. રાજનાથ સિંહે સમિટમાં પોતાના ભાષણમાં આતંકવાદ મુદ્દે સ્પષ્ટ અને કડક રવૈયો દાખવ્યો હતો.
તેમણે કહ્યું કે, 'આતંકવાદ માટે ભારતનું શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) વલણ છે. આપણે સ્પષ્ટતા કરી છે કે, આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી રહ્યા અને ભારત તેમને નિશાન બનાવવા પાછળ સંકોચી રહ્યું નથી.'
તેમણે ઉમેર્યું કે, 'કેટલાક દેશો સરહદ પાર આતંકવાદને રાજકીય નીતિ તરીકે ઉપયોગ કરે છે અને આતંકીઓને આશરો આપે છે. આવા બેવડા માપદંડો માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. SCO જેવા સંગઠનોએ પણ આવા દેશો વિરુદ્ધ ખુલ્લા આક્ષેપ કરવાની હિંમત રાખવી જોઈએ.'
પાકિસ્તાન સાથે મુલાકાત પણ રદ્દ
આ સમિટ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ સાથે કોઈ મુલાકાત ન કરીને પણ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવના સંજોગો ઉભા થયા છે અને ભારત આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત અવાજ ઉઠાવી રહ્યું છે.
અંતે શું થયું?
જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આતંકવાદ અંગેનો ઉલ્લેખ ન થતાં રાજનાથ સિંહે હસ્તાક્ષર કરવાનો અસ્વીકાર કરી દીધો. ભારતના આ વલણથી પાકિસ્તાન સહિત કેટલાક દેશો અણચિકા પદે આવ્યા છે અને આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ મુદ્દે ભારતના દૃઢ વલણને ફરી એકવાર પ્રકાશિત કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?