આ દેશોમાં નવા વર્ષના આરંભે લોકો કરે છે આવા ટોટકા...
વિશ્વમાં એવા પણ કેટલાક દેશ છે જ્યાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો અવનવા ટોટકા કરીને નવું વર્ષ સારુ જાય તે માટે પ્રાર્થના કરે છે

આ દેશોમાં નવા વર્ષના આરંભે લોકો કરે છે આવા ટોટકા...

આ દેશોમાં નવા વર્ષના આરંભે લોકો કરે છે આવા ટોટકા...
આજે 31મી ડિસેમ્બર છે. આજે રાત્રે 12ના ટકોરે 2025નું વર્ષ નવી આશા અને ઉમંગભરીને લાવશે તેવી દરેકને આશા છે. નવું વર્ષ દરેકનું સારુ જાય તેવી અભિલાષા હોય છે. દરેક જગ્યાએ તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે પણ વિશ્વમાં એવા પણ કેટલાક દેશ છે જ્યાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો અવનવા ટોટકા કરીને નવું વર્ષ સારુ જાય તે માટે પ્રાર્થના કરે છે.
નેધરલેન્ડમાં લોકો નવા વર્ષને આવકારવા સમુદ્રના ઠંડા પાણીમાં ડૂબકી લગાવે છે. આ પરંપરાને 'પોલર બિયર પ્લંઝ' તરીકે ઓળખવામાં આવે છે. લોકો માને છે કે તેનાથી નવા વર્ષમાં સારી શરૂઆત થાય છે. આ સિવાય લોકો ડીપ ફ્રાઈડ લોટના લાડું પણ બનાવે છે. તેઓ માને છે કે તે નવા વર્ષમાં દુષ્ટ આત્માઓને દૂર કરે છે.
આ તરફ કોલમ્બિયનોમાં સુટકેસ સંબંધિત એક પ્રખ્યાત અંધશ્રદ્ધા છે. 31 ડિસેમ્બરે, અહીંના લોકો ખાલી સૂટકેસ લઈને ઘરની બહાર નિકળે છે અને આસપાસ ફરે છે. એવું માનવામાં આવે છે કે આનાથી આવતા વર્ષમાં ઘણી મુસાફરી અને સાહસોની ખાતરી મળે છે.
ઇટાલીના નેપલ્સમાં, લોકો નવા વર્ષની પૂર્વસંધ્યાએ તેમની બારીઓમાંથી જૂનું ફર્નિચર બહાર ફેંકી દે છે. તેઓ માને છે કે આમ કરવાથી તેઓ ગયા વર્ષની ખરાબ યાદોને દૂર કરી રહ્યા છે અને નવી શરૂઆતનું સ્વાગત કરે છે.
તમે લોકોને ઘણી જગ્યાએ ગુસ્સામાં રાજકારણીઓના પૂતળા સળગાવતા જોયા હશે, પરંતુ એક્વાડોરમાં, નવા વર્ષ પર પૂતળા બાળીને, લોકો પીડાદાયક યાદોને અલવિદા કહે છે અને ખરાબ નસીબને દૂર કરે છે. કેટલાક લોકો વર્ષના દરેક મહિનાના અંતે આવું કરે છે.
ફિલિપાઈન્સમાં એવી માન્યતા છે કે ગોળ વસ્તુઓ ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી ઘણા લોકો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેમના ઘરોમાં ગોળ વસ્તુઓ રાખીને સારા નસીબની કામના કરે છે. કેટલાક લોકો તો ખિસ્સામાં સિક્કા લઈને ફરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?