ઈમરાનખાન અને તેની પત્નીને 17-17 વર્ષની સજા
વર્ષ 2021ના તોશાખાના ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાની કોર્ટનો ચુકાદો, 16 કરોડનો દંડ ફટકાર્યો

ઈમરાનખાન અને બુશરા બીબીની ફાઈલ તસવીર

ઈમરાનખાન અને બુશરા બીબીની ફાઈલ તસવીર
પાકિસ્તાનમાં વર્ષ 2021ના તોશાખાના ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષ કેદની સજા ફટકારી છે. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કેસમાં બંનેને 17-17 વર્ષની સજા સાથે રૂપિયા 1.64 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ ન ભરે તો વધારાની જેલની સજા ભોગવવા હુકમ કર્યો છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં સાઉદી અરેબિયાના રાજકુમારે ઈમરાનખાનને કિંમતી બુલ્ગારી જ્વલેરી સેટ ભેટમાં આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ ઘરેણાંની વાસ્તવિક કિંમત પાકિસ્તાની ચલણ મુજબ 7.15 કરોડ કરતાં વધુની હતી. પરંતુ તેમણે માત્ર 58 લાખ રૂપિયામાં ખરીદી નિયમોનું ઉલ્લંઘન અને સરકાર સાથે વિશ્વાસઘાત કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો.
ફેડરલ કોર્ટના ચુકાદા મુજબ ઈમરાનખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની સજા ફટકારી છે. બુશરા બીબીને સમાન ધારાઓમાં 17 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત બંનેને 16 કરોડનો દંડ ફટકાર્યો છે. દંડ ન ચૂકવે તો વધારાની જેલની સજા થઈ શકે છે.
અડિયાલા જેલમાં બનાવાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ જજે ચુકાદો સંભળાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટ-2023થી ઈમરાનખાન જેલમાં કેદ છે. જાન્યુઆરી-2025 માં અલ કાદિર ટ્રસ્ટ મામલે ઈમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબીને 7 વર્ષ સજા થઈ હતી.
સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ કોર્ટે સજા સંભળાવતી વખતે ઇમરાનની વધુ ઉંમર (73 વર્ષ) અને બુશરા મહિલા હોવાના કારણે સજા આપવામાં નરમાશ દાખવી છે. ચુકાદા બાદ ઇમરાન અને બુશરાની કાનૂની ટીમોએ હાઈકોર્ટમાં ચુકાદાને પડકારવાનો નિર્ણય કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2018માં વડાપ્રધાન બન્યા પછી ઇમરાનખાન સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા. તે સમયે ઇમરાન ખાનને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સોના અને હીરાથી બનાવેલી એક ઘડિયાળ ભેટમાં આપી હતી. સાઉદીથી પાછા ફર્યા પછી ઇમરાન ખાને આ ઘડિયાળ પોતાની પત્ની બુશરાને રાખવા માટે આપી હતી.
થોડા દિવસો પછી બુશરાએ ઘડિયાળ એ સમયના એક મંત્રી ઝુલ્ફી બુખારીને આપીને કિંમત જાણવા કહ્યું. મંત્રીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે એ ઘડિયાળ ખૂબ મોંઘી છે. બુશરાએ મંત્રીને કહ્યું કે તે ઘડિયાળ વેચી દે. બુશરાની મિત્ર ફરહખાન અને મંત્રી ઝુલ્ફી બુખારી બ્રાન્ડેડ ઘડિયાળ વેચવા માટે મોંઘી ઘડિયાળોના એક શો રૂમ પર ગયા હતા. શો રૂમના માલિકે તેની મેન્યુફેક્ચરિંગ કંપનીને ફોન કર્યો હતો.
ઘડિયાળ બનાવતી કંપનીને જાણકારી મળતાં તેમણે સાઉદી પ્રિન્સની ઓફિસનો સંપર્ક કરીને પૂછ્યું કે તમે જે 2 ઘડિયાળ બનાવડાવી હતી. તેમાંથી એક ઘડિયાળ વેચાણ માટે આવી છે. આ તમે મોકલી છે કે ચોરી થઈ છે. સાઉદી પ્રિન્સની ઓફિસે પાકિસ્તાન સરકારનો સંપર્ક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. થોડા સમય બાદ ઇમરાનની પત્ની બુશરા અને મિત્ર ઝુલ્ફી બુખારીનો ઓડિયો લીક થયો હતો.
પાકિસ્તાનમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય પદ પર રહેલા લોકોને મળેલી ભેટની જાણકારી નેશનલ આર્કાઇવને આપવી પડે છે. આ ભેટને તોશાખાનામાં જમા કરાવવી પડે છે. ભેટ 10 હજાર પાકિસ્તાની રૂપિયાની કિંમતની હોય તો પૈસા ચૂકવ્યા વિના સંબંધિત વ્યક્તિ રાખી શકે છે.
ભેટની 10 હજારથી વધુ હોય તો 20 ટકા કિંમત ચૂકવીને ભેટ પોતાની પાસે રાખી શકાય છે. 4 લાખથી વધુની ભેટ હોય તો એને ફક્ત વઝિર-એ-આઝમ એટલે કે વડાપ્રધાન અથવા સદર-એ-રિયાસત એટલે કે રાષ્ટ્રપતિ જ ખરીદી શકે છે. જો કોઈ ન ખરીદે તો તેની હરાજી થાય છે. ઇમરાનખાને 2 કરોડની ભેટોને ક્યાંક 5 લાખ તો ક્યાંક 7 લાખની બતાવી હતી. ઓછી કિંમતે ખરીદી કરીને પછી અનેક ગણા વધુ ભાવે વેચાણ કરી દીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?