USAમાં ઈમિગ્રેશન રેડ, સાઉથ કોરિયાએ શું ડીલ કરી?
જ્યોર્જિયામાં હ્યુન્ડાઈ-LGના નિર્માણ થઈ રહેલાં બેટરી પ્લાન્ટમાં ઈમિગ્રેશન રેડ થઈ હતી
300 વર્કર્સને છોડાવવા સાઉથ કોરિયાના વિદેશ મંત્રી અમેરિકા જાય તેવી શક્યતા
300 વર્કર્સને છોડાવવા સાઉથ કોરિયાના વિદેશ મંત્રી અમેરિકા જાય તેવી શક્યતા
અમેરિકાના જ્યોર્જિયામાં સાઉથ કોરિયાની હ્યુન્ડાઈ-LG કંપનીઓનો 7.6 બિલિયન ડોલરના ખર્ચે બેટરી પ્લાન્ટ બની રહ્યો છે. અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે સાઉથ કોરિયા સહિતના દેશોની કંપનીઓને ચેતવણીના ભાગરૂપે સૌથી મોટી રેડ કરાવી છે. આ રેડ કરીને ટ્રમ્પે અમેરિકામાં કામ કરવા માટે કાયદેસર ન હોય તેવા લોકોને નોકરીએ રાખનારા લોકોને ચેતવ્યા છે.
4 સપ્ટેમ્બર 2025ના રોજ જ્યોર્જિયામાં રેડ થયા બાદ સાઉથ કોરિયાની સરકારમાં દોડધામ મચી ગઈ છે. આ પ્લાન્ટમાંથી 475 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 300 જેટલા સાઉથ કોરિયન હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, તમામ વર્કર્સને છોડવા માટે અમેરિકા અને સાઉથ કોરિયાની સરકાર વચ્ચે કોઈ ડીલ થઈ છે.
ડીલના ભાગરૂપે સાઉથ કોરિયાના વિદેશ મંત્રી અમેરિકા જાય તેવી શક્યતા છે. અમેરિકન ઓથોરિટી દ્વારા ધરપકડ કરાયેલા લોકોને પરત લાવવા એક ચાર્ટર પ્લેન પણ અમેરિકા મોકલવામાં આવશે. આ કહેવાતી ડીલની વાતો અમેરિકા અને કોરિયાના મીડિયામાં જોરશોરથી થઈ રહી છે. પરંતુ તેની વિગતો આપવા માટે બંને દેશોમાંથી એકપણ દેશ તૈયાર નથી.
મોટી કંપનીઓના CEOને કાનપટ્ટી પર બંદૂક મૂકીને અમેરિકામાં કેટલું રોકાણ કરશો તેવા સવાલ કરતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કયાં કારણોસર હ્યુન્ડાઈ અને એલજી કંપનીની માલિકીના અંડર કન્સ્ટ્રક્શન બેટરી પ્લાન્ટ પર અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરાવી તે સવાલનો સ્પષ્ટ જવાબ હજુ સુધી મળ્યો નથી.
એક જ જગ્યાએથી 475 ઈમિગ્રન્ટ્સને અરેસ્ટ કરાયા હોય તેવું અમેરિકામાં આજ દિન સુધી થયું નથી. એવું કહેવાય છે કે દોઢ મહિના સુધી ચાલેલી તપાસ બાદ આ રેડ કરવામાં આવી હતી. યુએસમાં ઈમિગ્રેશન રેડમાં એક સાથે આટલા બધા વર્કર્સ પકડાયા હોય તેવું કદી બન્યું નથી. તેવી જ રીતે કોઈ દેશની સરકારે અરેસ્ટ થયેલા પોતાના ઈમિગ્રન્ટ્સને લાવવા માટે સ્પેશિયલ પ્લેન અમેરિકા મોકલવાની જાહેરાત કરી હોય તેવી ઘટના પણ દુર્લભ છે. રેડમાં પકડાયેલા તમામ વર્કર્સને સાઉથ કોરિયા પરત લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અઠવાડિયામાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે.
ચાર્ટર્ડ ફ્લાઈટમાં તમામ વર્કર્સને અમેરિકા લઈ જવાની તૈયારી શરૂ થતાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તમામ ધરપકડ કરાયેલા ઈમિગ્રન્ટ્સ ગેરકાયદે કામ કરતા હોવાથી તેમના માટે ચાર્ટર મોકલવામાં આવી રહ્યું છે. ICEએ પણ રેડની માહિતી આપતા જણાવ્યું કે, ધરપકડ કરાયેલા મોટાભાગના ગેરકાયદે વર્કર્સ છે. જ્યારે બાકીના કેટલાક ઓવરસ્ટે થઈ ગયા હતા. આ ઉપરાંત કેટલાક લોકો વિઝા વેઈવર પ્રોગ્રામ હેઠળ કે પછી ઈલીગલી બોર્ડર ક્રોસ કરીને પણ અમેરિકા આવ્યા હતા. તેમને અમેરિકામાં 90 દિવસ સુધી રહેવાની કે બિઝનેસ કરવાની છૂટ હતી. પરંતુ તેઓ ક્યાંય જોબ કરી શકે તેમ નહોતા.
જ્યોર્જિયામાં આવેલો હ્યુન્ડાઈનો પ્લાન્ટ 2900 એકર જમીનમાં ફેલાયેલો છે. આ રેડ પડી ત્યારે પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ ધરપકડથી બચવા માટે રીતસરની નાસભાગ મચાવી હતી. અમુક લોકો તો નજીકના સુએજ પાઉન્ડ એટલે કે ગટરના પાણીના નિકાલ માટે બનાવાયેલા તળાવમાં કૂદી પડ્યા હતા.
ધરપકડ કરાયેલા તમામ લોકોને તેમની નેશનાલિટી અને વિઝા સ્ટેટસના આધારે અલગ-અલગ ગૃપમાં વહેંચી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બસોમાં બેસાડી તેમને લઈ જવામાં આવ્યા હતા. જોકે તે પહેલા કેટલાકને હાથ-પગમાં સાંકળ પણ બાંધવામાં આવી હતી. રેડને ઓપરેશન 'લૉ વૉલ્ટેજ' નામ આપવામાં આવ્યું હતું. જેમાં અરેસ્ટ થયેલા કોરિયન્સ સિવાયના લોકો લેટિનોઝ હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્લાન્ટની બહાર પ્રોટેસ્ટ પણ થયો હતો. જેમાં કોરિયન તેમજ સ્પેનિશ ભાષામાં લખાયેલા બેનર્સ જોવા મળ્યા હતા.
રેડ દરમિયાન અરેસ્ટ થયેલા સાાઉથ કોરિયન્સને છોડાવવા માટે અમેરિકા સાથે થયેલા અગ્રિમેન્ટ અંગે સાઉથ કોરિયાની સરકારે રવિવારે જાહેરાત કરી હતી. તે પહેલા સાઉથ કોરિયા દ્વારા આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને વધુ કોઈ વિગતો આપ્યા વિના નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દેશના મીડિયામાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.
આ રેડમાં અરેસ્ટ થયેલા લોકોમાં હ્યુન્ડાઈનો એકપણ કર્મચારી નહોતો જ્યારે એલજીના 47 કર્મચારીને અરેસ્ટ કરાયા છે. કંપનીએ બાદમાં યુએસમાં રહેતા પોતાના તમામ એમ્પ્લોઈને અકોમોડેશન ના છોડવા માટે જણાવ્યું છે. જેઓ યુએસ સિટીઝન નથી. તેમને બની શકે તેટલું જલ્દી સાઉથ કોરિયા પાછા આવવા માટે પણ કહી દીધું છે.
અરેસ્ટ થયેલા જે લોકો હ્યુન્ડાઈ કે એલજી સાથે સંકળાયેલા નહોતા. તેઓ કોન્ટ્રાક્ટ અથવા સબકોન્ટ્રાક્ટર્સ માટે કામ કરતા હતા. આમ તો યુએસમાં કોઈ ગેરકાયદે કામ કરતા પકડાય તો તેના એમ્પ્લોયર સામે એલિયન હાર્બરિંગનો ચાર્જ લગાવવા ઉપરાંત અરેસ્ટ થયેલા વ્યક્તિને ડિપોર્ટ કરવા સુધીની કામગીરી કરવામાં આવતી હોય છે.
પરંતુ એલજી-હ્યુન્ડાઈની ફેક્ટરી પર થયેલી રેડમાં આવી કોઈ કાર્યવાહી થશે કે કેમ તે અંગે અમેરિકા કે સાઉથ કોરિયાની સરકાર બોલવા તૈયાર નથી. એટલું જ નહીં બંને દેશો વચ્ચે શું ડીલ થઈ છે તેની પણ કોઈ વિગતો મીડિયા સાથે શેર કરવામાં આવી નથી. આ ઉપરાંત જે કોરિયન્સ અરેસ્ટ થયા છે તેઓ ફરી અમેરિકા આવી શકશે કે કેમ તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.