માનવતા હજુ મહેકે છે, બે દિવસમાં વિદેશમાં 5 કરોડ કરતા વધુંનું દાન એકઠુ થયું
અર્જુન પટોલીયાની બે દિકરીઓ નોધારી થતા બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ નાખી હતી ટહેલ

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યાં ત્યા સદા કાળ ગુજરાત કહેવતને સાચા અર્થમાં યથાર્થ કરી

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યાં ત્યા સદા કાળ ગુજરાત કહેવતને સાચા અર્થમાં યથાર્થ કરી
ભારત હોય કે વિદેશ ભારતીયોના દિલમા સદાય માનવતા મહેકતી રહે છે. એવો જ એક માનવતાને મહેકાવતો કિસ્સો વિદેશની ધરતી પર બન્યો છે. જેનું કનેક્શન અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ગોઝારી ઘટના સાથે જોડયેલી છે.
અમરેલી જિલ્લાન વતની અર્જુન પટોલીયા લંડનમાં પોતાના પરિવાર સાથે રહી સુખેથી જીવન જીવતા હતા, પરંતુ કોણ જાણે કોની નજર લાગી કે માત્ર 20 દિવસમાં સમગ્ર પરિવાર વિખરાઇ ગયો. અર્જુનના પત્ની ભારતીબેનનું થોડા દિવસો પહેલા મૃત્યું થયું. અર્જુન પોતાની પત્નીના અસ્થિ વિસરર્જન કરવા માટે પોતાના વતન ગુજરાતમાં આવ્યો હતો. જે સમગ્ર ધાર્મિક વીધી પતાવીને પોતાની બે દિકરીઓ પાસે પરત લંડન જઈ રહ્યો હતો. પણ કોણ જાણે જાનકી નાથે કે કાલે શું થવાનું. તેમની બંને બાળકીઓ જેમાં એકની ઉંમર 8 વર્ષની જ્યારે બીજીની ઉમર માત્ર 4 વર્ષની છે તે તેની માતાની જેમ પિતા પણ હવે ગુમાવ્યા છે.લંડનમાં કાયમને માટે બંને દિકરીઓ માતા-પિતાની રાહ જોતી રહી ગઈ છે.
આ ઘટના બાદ લંડનમાં રહેતા ગુજરાતીઓ દ્વારા અર્જુન અને ભારતીની બંને બાળકીઓ માટે એક ફંડ રેઝ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું જેમાં ન માત્ર ગુજરાતીઓ પણ ભારતીયોની સાથે સાથે વિદેશી લોકોએ પોતાનું યોગદાન આપી માનવતાને મહેકાવી છે. બંને બાળકીઓ માટે લંડનમાં કેટલાક પરિવારો દ્વારા ઇનેસેટીવ રીતે આશરે 5 લાખ પાઉન્ડ એટલે કે ભારતીય રુપીયા પ્રમાણે 5,84,6550 રુપિયા જેટલા થાય છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં (12.05 PM) 5,66,38,233 રુપિયા એકત્ર થઈ ચુક્યા છે. બંને દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ન માત્ર ગુજરાતીઓ પરંતું લંડનમાં વસતા અંગ્રેજો દ્વારા ભગીરથ કાર્યમાં 11,465 લોકો દ્વારા યથા શક્તિ યોગદાન આપવામાં આવ્યું છે.
સ્વ. અર્જુનભાઈ અને સ્વ. ભારતીબેનની બંને દિકરીઓ લંડનમાં તેમના નજીકના સગા દ્વારા દત્તક લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેથી બંને દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય.
લંડનનો આ કિસ્સો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે, જે દર્શાવે છે કે ભારતની ધરતી હોય કે વિદેશની ધરતી ભારતીયો ક્યારેય પોતાની માનવતા ચપકતા નથી. ગમે તેવી કપરી પરિરિસ્થિતિમાં હંમેશા એક થઈ ને લડવાની તાકાત ધરાવે છે. ભલે વિદેશમાં વસતા હોય પણ હજુ માનવતા પર વિદેશી રંગ નથી લાગ્યો તે આ કિસ્સા પરથી સાબીત થાય છે.
અમદાવાદ માટે 12 જૂનનો દિવસ ખૂબ જ દુ:ખદાયી અને ગોઝારો રહ્યો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલુ એર ઇન્ડિયાનુ વિમાન ઉડાન ભરતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને નીચે પડતાની સાથે જ એક અગન ગોળામાં ફેરવાઈ ગયુ હતુ. જેમાં 250 થી પણ વધારે જીંદગીઓ હોમાઈ ગઈ છે. કેટલાક પરિવારે પોતાનો દીકરો, તો કોઈએ ભાઈ કો કોઈએ પતિ જયારે કોઈએ પોતાનો પિતા ગુમાવ્યો છે. આ દિવસ અમદાવાદ ક્યારેય નહીં ભુલી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?