ગ્રીસ: પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી જતાં 4નાં મોત
રાહત અને બચાવ કામગીરી ચાલાવવામાં આવી

પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી

પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી
એજિયન સમુદ્રમાં ગ્રીક ટાપુ કોસના દરિયાકાંઠે મુસાફરોને લઈ જતી બોટ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા. એજન્સીના જણાવ્યા અનુસાર, "પીડિતોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. સ્થાનિક કોસ્ટ ગાર્ડે 26 લોકોને બચાવ્યા. છે હાલ પણ રાહત અને બચાવ કામગીરી ચાલાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે 2015 થી, ગ્રીસ શરણાર્થીઓ અને મુસાફરી કરનારાઓ માટે યુરોપિયન યુનિયન દેશોમાં પ્રવેશવા માટેનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. ગ્રીસ એવા દેશોમાંનો એક છે જ્યાં આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વના દેશોમાંથી લોકો યુરોપિયન યુનિયનમાં પ્રવેશવાના ઈરાદા સાથે આવતા હોય છે. આ લોકોને ઘણીવાર ગરીબી અથવા યુદ્ધને કારણે પોતાનો દેશ છોડવાની ફરજ પડે છે.
પાછલા નવ વર્ષમાં 10 લાખથી વધુ લોકો ગ્રીક કિનારે પહોંચ્યા છે. આમાંના મોટાભાગના લોકો અન્ય યુરોપિયન દેશો માંથી મુસાફરી કરીને આવ્યા હતા. જો કે દરિયાઈ માર્ગે મુસાફરી કરતી વખતે થયેલા અનેક અકસ્માતને કારણે સેંકડો લોકોના મોત થઈ ચુક્યા છે. મુસાફરોથી ભરેલી બોટ ઘણીવાર ગ્રીસના દરિયાકાંઠે અકસ્માતનો ભોગ બને છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ સમોસના એજિયન ટાપુ પાસે દરિયામાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?