અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચારઃ વિઝા પ્રક્રિયા શરૂ
વિઝા માટે અરજી કરનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્થગિત પ્રક્રિયા નવી શરતો સાથે ફરી શરૂ

અરજદારોએ સરકારી સમીક્ષા માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ 'અનલોક' રાખવા પડશે

અરજદારોએ સરકારી સમીક્ષા માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ 'અનલોક' રાખવા પડશે
અમેરિકાએ સ્ટૂડન્ટ વિઝા ઈન્ટર્વ્યુ પર લગાવેલી રોક ઉઠાવી લીધી છે. તેની સાથે નવી ગાઈડલાન પણ બહાર પાડી છે. જે મુજબ, હવે વિદેશી સ્ટૂડન્ટે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનલોક કરવી પડશે. જેથી યુએસ ડિપ્લોમેટ તેનો રિવ્યુ કરી શકે અને તે પછી એજ્યુકેશનલ અને એક્સચેન્જ વિઝા આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 18 જૂને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે સ્ટૂડન્ટ્સની સોશિયલ મીડિયા પ્રોફાઈલ લોક હશે તે અમેરિકાના અધિકારીઓથી ઓનલાઈન એક્ટિવિટી છૂપાવી રહ્યા હોવાનું માનવામાં આવશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બુધવારે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. તેમાં યુએસ ડિપ્લોમેન્ટ્સને સ્ટૂડન્ટ્સ વિઝા માટે એપ્લાય કરનારાની ઓનલાઈન એક્ટિવિટીઝને તપાસવાનો નિર્દેશ અપાયો છે. જેથી 'નાગરિકો, સંસ્કૃતિ, સરકાર, ઈન્સ્ટિટ્યૂશન્સ કે અમેરિકાના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યેની શત્રુતાના કોઈપણ સંકેત'ની તપાસ કરી શકાય. પોલિટિકોને અલગથી પ્રાપ્ત થયેલા એક કેબલમાં ડિપ્લોમેન્ટ્સને 'વિદેશી આતંકવાદીઓ'નું અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોય તેવી બાબતોનું સમર્થન કરતા, મદદ કરતા કે યહૂદી વિરોધી ઉત્પીડન કે હિંસાનું સમર્થન કરતી બાબતોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
'યહુદી વિરોધી' ગતિવિધિઓ માટે તપાસ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHA) અંતર્ગત આવતા ICEને અપાયેલા ગાઈડન્સ સાથે મેચ થાય છે. જેનો ઉપયોગ ઈઝરાયલનો વિરોધ કરનારા પર લગામ લગાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની નવી ગાઈડલાઈન F, M અને J કેટેગરીના વિઝા માટે એપ્લાય કરનારા વિદેશી સ્ટૂડન્ટ અને અન્ય એપ્લીકન્ટ્સ પર કેન્દ્રીત કરાઈ છે.
મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ સરકારે મે મહિનાના અંતમાં સોશિયલ મીડિયા એક્ટિવિટીઝની તપાસ માટે નવી નીતિ બનાવવામાં આવી રહી હોવાનું કહી સ્ટૂડન્ટ વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. તેમાં ટ્રમ્પ સરકાર દ્વારા ચીનના સ્ટૂડન્ટ્સને ખાસ ટાર્ગેટ કરવામા આવ્યા હતા. અમેરિકામાં કોલેજ કેમ્પસમાં પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનો થયા હતા. તેમાં કેટલાક વિદેશી સ્ટૂડન્ટ્સ પણ જોડાયા હતા. કેટલાક કેમ્પસમાં યહૂદી વિરોધી ઘટનાઓ પણ બની હતી. આ ઘટનાઓના કારણે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિદેશ નીતિને નુકસાન પહોંચતું હોવાની કહી ઈઝરાયલ વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેનારા સ્ટૂડન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી છે અને નવા સ્ટૂડન્ટ વિઝા આપતા પહેલા વિદેશી સ્ટૂડન્ટસના સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કરવાનો નિયમ બનાવાયો છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મે મહિનામાં વિઝા ઈન્ટરવ્યુ માટે તારીખ આપવાનું બંધ કર્યા પછી દુનિયાભરના સ્ટૂડન્ટ્સ ફરી વિઝા ઈન્ટરવ્યુ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. કેમકે વિઝાનું નક્કી થાય પછી સ્ટૂડન્ટ્સ અમેરિકા જવાની, ત્યાં રહેવા માટેનું સ્થળ શોધવાની અને બીજી તૈયારીઓ શરૂ કરતા હોય છે.
આ મામલાથી પરિચિત અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિઝા પ્રોસેસ ફરી શરૂ કરવાની સાથે સ્ટેટ ડિપાર્ટમેન્ટે જે કોલેજોમાં વિદેશી સ્ટૂડન્ટ્સની સંખ્યા 15 ટકા કરતા ઓછી છે ત્યાં એડમિશન લેવા ઈચ્છુક વિદેશી સ્ટૂડન્ટ્સને પ્રાથમિકતા આપવા કોન્સ્યુલેટ્સને સૂચના આપી છે. એસોસિએટેડ પ્રેસે વર્ષ 2023ના ફેડરલ એજ્યુકેશન ડેટાના કરેલા એનાલિસિસ મુજબ અમેરિકાની લગભગ 200 જેટલી યુનિવર્સિટીમાં કુલ સ્ટૂડન્ટ્સમાં વિદેશી સ્ટૂડન્ટ્સની સંખ્યા 15 ટકાથી વધુ હતી. તેમાંથી મોટાભાગની પ્રાઈવેટ યુનિવર્સિટી હતી. જેમાં બધી 8 આઈવી (Ivy) લીગ સ્કૂલ્સ સામેલ હતી. જો કે, આ ક્રાઈટેરિયામાં યુનિવર્સિટી ઓફ ઈલિનોય અને પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી પણ સામેલ છે. જ્યારે અંડરગ્રેજ્યુએટ્સ સ્ટૂડન્ટ્સની વાત કરીએ તો 100 યુનિવર્સિટીમાં વિદેશી સ્ટૂડન્ટ્સની સંખ્યા 15 ટકાથી વધુ હતી. જેમાંથી લગભગ બધી પ્રાઈવેટ યુનિવર્સિટી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?