હોર્મુઝની નાકાબંધી વચ્ચે ભારત માટે સારા સમાચાર
ભારત, ચીન અને રશિયા સહિત 5 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા મંજૂરી

હોર્મુઝની નાકાબંધી વચ્ચે ભારત માટે સારા સમાચાર

હોર્મુઝની નાકાબંધી વચ્ચે ભારત માટે સારા સમાચાર
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના વધતા સૈન્ય સંઘર્ષની વચ્ચે ઈરાને એક મોટો નિર્ણય લેતા ભારત સહિત પાંચ 'મિત્ર દેશો' માટે વ્યૂહાત્મક હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખુલ્લી મૂકી છે.
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશો તેમના વ્યાપારી જહાજો આ માર્ગ પરથી લઈ જઈ શકશે.
કેમ મહત્વનો છે આ નિર્ણય?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ શિપિંગ લેન છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)નો આશરે 20% પુરવઠો પસાર થાય છે. ઈરાને આ માર્ગને વર્ચ્યુઅલ રીતે બ્લોક કરતા વિશ્વભરમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારતીય ઉર્જા સુરક્ષા માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ પશ્ચિમ એશિયાથી મેળવે છે.
ઈરાની વિદેશ મંત્રીએ સરકારી ટીવી પર જણાવ્યું હતું કે, "અમે યુદ્ધની સ્થિતિમાં છીએ અને આ ક્ષેત્ર વોર ઝોન છે. તેથી અમારા દુશ્મનો અને તેમના સાથી દેશોના જહાજોને અહીંથી પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ ભારત જેવા મૈત્રીપૂર્ણ દેશો માટે આ માર્ગ ખુલ્લો રહેશે."
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારત સતત ડિપ્લોમેટિક સ્તરે પ્રયાસ કરી રહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ જલ્દી સમાપ્ત થાય અને એનર્જી સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો ભારતમાં ઈંધણ અને ખાતરની સુરક્ષા પર ગંભીર અસર પડી શકે તેમ હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને આ માર્ગ સંપૂર્ણપણે ખોલવા માટે ચેતવણી આપી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય તણાવ હજુ પણ યથાવત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?