લૂથરા ભાઈઓ થાઈલેન્ડમાં પોલીસ કસ્ટડીમાં
દિલ્હીથી થાઈલેન્ડ ભાગેલા ક્લબના માલિક સૌરભ અને ગૌરવને થાઈલેન્ડની પોલીસે કસ્ટડીમાં લીધા

લૂથરા ભાઈઓ

લૂથરા ભાઈઓ
ગોવાના અરપોરા સ્થિત બર્ચ બાય રોમિયો લેન નાઈટક્લમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં તપાસ ઝડપી બની છે. આ દુઃખદ ઘટનામાં 25 લોકોના મોત થયા હતા, જેમાં 20 ક્લબ સ્ટાફ અને 5 પ્રવાસીઓ સામેલ હતા. આ ભયાનક અકસ્માત બાદથી જ ક્લબના માલિક સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરા ફરાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગ્નિકાંડની ઘટના બની અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું, તે જ સમયે લૂથરા બ્રધર્સે થાઈલેન્ડની ટિકિટ બુક કરી હતી અને દિલ્હીથી ફ્લાઈટ પકડીને દેશ છોડીને થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા. આ બન્ને ભાઈઓ પર હાલમાં બિન-ઇરાદાપૂર્વક હત્યા અને બેદરકારીના કેસ ચાલી રહ્યો છે.
થરાને થાઈલેન્ડ પોલીસે હિરાસતમાં
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. થાઈલેન્ડમાં છુપાયેલા બર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબના માલિક સૌરભ અને ગૌરવ લૂથરાને થાઈલેન્ડ પોલીસે હિરાસતમાં લીધા છે. એજન્સી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા લૂથરા બ્રધર્સ*ની પહેલી તસવીર પણ જાહેર કરવામાં આવી છે. આ બન્ને ભાઈઓ ફરાર થયા બાદ ભારતીય પોલીસે તુરંત કાર્યવાહી કરીને તેમના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ વાંચો: ગોવા નાઇટક્લબ અગ્નિકાંડ: માલિકો થાઈલેન્ડ ભાગી ગયા
અન્ય અસ્થાયી માળખા જેવી જગ્યા
ગોવા અગ્નિકાંડની દુઃખદ ઘટનાને પગલે, તકેદારીના ભાગરૂપે, જિલ્લા પ્રશાસને એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. બુધવારે સાંજે જાહેર કરાયેલા આ આદેશ હેઠળ, પ્રવાસી સ્થળોની અંદર ફટાકડા, ફૂલઝરી અને આતશબાજીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા આદેશ મુજબ, આ પ્રતિબંધ સમગ્ર ઉત્તર ગોવાના તમામ નાઈટ ક્લબ, બાર અને રેસ્ટોરન્ટ, હોટેલ, ગેસ્ટહાઉસ, રિસોર્ટ, બીચ શૅક અને અન્ય અસ્થાયી માળખા જેવી જગ્યાઓ પર લાગુ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?