અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને હાડકાં સુધી ફેલાયેલું પ્રોસ્ટેટ કેન્સર
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યું છે જે હાડકાં સુધી ફેલાઈ ગયું છે, તેમણે અગાઉ 2023માં સ્કિન કેન્સરની સારવા ...

જો બાઈડન

જો બાઈડન
અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યું છે, જે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. આ માહિતી તેમના કાર્યાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવી હતી. 82 વર્ષીય બાઈડને ગયા અઠવાડિયે પેશાબમાં તકલીફના લક્ષણો અનુભવ્યા બાદ તપાસ કરાવી હતી, અને ગયા શુક્રવારે તેમને કેન્સર હોવાની પુષ્ટિ થઈ હતી.
તેમના વિરોધી અને હાલમાં રાષ્ટ્રપતિ પદે રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ બાઈડન માટે દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે, "મેલાનિયા અને મને તેમના રોગ વિશે સાંભળીને દુઃખ થયું છે. અમે તેમના અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ."
2023માં બાઈડનને સ્કિન કેન્સર થયું હતું. વ્હાઈટ હાઉસના ડૉક્ટરોએ ત્યારે જણાવ્યું હતું કે, તેમને છાતી પર બેઝલ સેલ કાર્સિનોમા થયું હતું. સર્જરી દ્વારા તેને દૂર કરવામાં આવ્યું હતું.
2023માં સ્કિન કેન્સરની કરાવી હતી સારવાર
આ પહેલા 2023માં જો બાઇડનને સ્કિનનું કેન્સર થયું હતું. વ્હાઇટ હાઉસના ડૉકટરોએ જણાવ્યું હતું કે, તેમને છાતી પર બેઝલ સેલ કાર્સિનોમા, એક સામાન્ય પ્રકારનું સ્કિન કેન્સર હોવાનું થયું હતું. ફેબ્રુઆરીમાં સર્જરી દ્વારા તેને દૂર કરવામાં આવ્યું હતું. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે અને કેન્સરથી થતા મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે.
પ્રોસ્ટેટ શું છે અને કેમ થાય છે કેન્સર ?
પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોના પ્રજનન તંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે, તેમાં બનતું પ્રવાહી શુક્રાણુઓનું રક્ષણ કરે છે, તેને પોષણ આપે છે અને સ્ત્રી પ્રજનન અંગો સુધી પહોંચવામાં મદદ કરે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં પેઢુના ભાગમાં મૂત્રાશયની નીચે આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાં થઈને પેશાબની નળી (યુરેથ્રા) પસાર થાય છે. પ્રોસ્ટેટનું કાર્ય વીર્યને પોષકતત્ત્વ આપવાનું હોય છે. પુરુષોની ઉંમર વધે એટલે મોટાભાગે પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થતી હોય છે, પરંતુ એ જરૂરી નથી કે તમામ પુરુષોને કેન્સર હોય. પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય ત્યારે અંદરથી પસાર થતી પેશાબની નળી પર દબાણ આવે છે અને યુરેથ્રામાં પેશાબનો ભરાવો થાય છે. સામાન્ય રીતે 100માંથી 3-4 લોકોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા રહેલી છે. ઉંમર વધે તેમ પ્રોસ્ટેટ મોટી થવાની શક્યતા રહે છે, પરંતુ દરેક વખતે કેન્સર થાય એ જરૂરી નથી.
પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું, પરંતુ જિનેટિક મ્યુટેશનને મોટું કારણ માનવામાં આવે છે. આ પ્રકારના મ્યુટેશન વધુ પડતા ઊંમરે થાય છે અને સમય જતાં કેન્સરમાં પરિવર્તિત થાય છે.
બાઈડનની રાજકીય સફરનો અંત
બાઈડન અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ રહ્યા છે. તેમણે 2020માં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા અને 2024માં ફરી રેસમાં ઊતરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઉંમર અને સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓને પગલે તેઓ પદ માટેના દાવેદારમાંથી ખસી ગયા હતા. તેમણે કમલા હેરિસને સમર્થન આપ્યું, પરંતુ તે ટ્રમ્પ સામે હારી ગઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?