હોલીવુડ હિલ્સમાં આગ લાગવાથી લોસ એન્જલસમાં અરાજકતા ફેલાઈ
સતત વધી રહેલી આગને કારણે લોસ એન્જલસમાં લોકોને ઘર છોડવાનું કહેવામાં આવ્યું

હોલીવુડ હિલ્સમાં આગ લાગવાથી લોસ એન્જલસમાં અરાજકતા ફેલાઈ

હોલીવુડ હિલ્સમાં આગ લાગવાથી લોસ એન્જલસમાં અરાજકતા ફેલાઈ
કેલિફોર્નિયા: અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલો બાદ હવે હોલીવુડ હિલ્સમાં લાગેલી આગથી લોસ એન્જલસમાં પણ ભયનો માહોલ છે. આગમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ફાયર બ્રિગેડે ત્રણ મોટી આગ પર કાબુ મેળવ્યો છે. સતત વધી રહેલી આગને કારણે લોસ એન્જલસમાં લોકોને ઘર છોડવાનું કહેવામાં આવ્યું છે.
દરમિયાન, યુએસ રાજ્યમાં આગની ઘટના બાદ, રાષ્ટ્રપતિ જો બિડેને ઇટાલીનો તેમનો છેલ્લો વિદેશ પ્રવાસ રદ કર્યો છે. તેઓ વોશિંગ્ટનમાં રહેશે અને કેલિફોર્નિયાની પરિસ્થિતિ પર નજર રાખશે. બીજી તરફ, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગની ઘટના અંગે સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકારની બેદરકારીને કારણે આગ વધી રહી છે. કેલિફોર્નિયામાં પાણીની અછત છે. જેના કારણે આગ ઓલવવામાં વિલંબ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?