ચીનમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત: 11 કામદારોના મોત
યુનાન પ્રાંતના લુઓયાંગ ટાઉન સ્ટેશન પાસે દુર્ઘટના, પરીક્ષણ દરમિયાન અકસ્માત થયો

ચીનમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત: 11 કામદારોના મોત

ચીનમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત: 11 કામદારોના મોત
ચીનના કુનમિંગ શહેરમાં ગુરુવારે એક ગમખ્વાર રેલ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેન રેલવે ટ્રેક પર કામ કરી રહેલા કામદારોના સમૂહ સાથે ટકરાઈ હતી, જેના કારણે 11 કામદારોના કરુણ મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત છેલ્લા એક દાયકામાં ચીનનો સૌથી મોટો રેલ અકસ્માત હોવાનું માનવામાં આવે છે.
યુનાન પ્રાંતમાં આવેલા લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન નજીક વળાંકવાળા સેક્શન પર આ દુર્ઘટના બની હતી.
'ભૂકંપ શોધ ઉપકરણો'નું પરીક્ષણ કરતી હતી ટ્રેન
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જે ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી તે ટ્રેન સામાન્ય ટ્રેન નહોતી, પરંતુ તે સમયે ભૂકંપ ડીટેકટ ઉપકરણોનું પરીક્ષણ કરી રહી હતી. આ પરીક્ષણ દરમિયાન જ ટ્રેન વળાંકવાળા ટ્રેક પર કામ કરી રહેલા કામદારો સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ટ્રેક પર કામ કરી રહેલા કામદારોને ટ્રેનની ઝડપ અને વળાંકના કારણે સમયસર ટ્રેનનો ખ્યાલ ન આવ્યો હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના બાદ યુનાન પ્રાંતનું લુઓયાંગ ટાઉન સ્ટેશન ફરીથી સામાન્ય સેવાઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં તેની સઘન તપાસ ચાલી રહી છે.
ચીન વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, જે 1,60,000 કિલોમીટરથી વધુ લાંબુ છે અને દર વર્ષે અબજો ટ્રિપ્સનું સંચાલન કરે છે. તેની કાર્યક્ષમતા માટે પ્રશંસા થવા છતાં, અગાઉ પણ કેટલીક મોટી દુર્ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જેમ કે 2011માં પૂર્વીય ઝેજિયાંગ પ્રાંતમાં થયેલા અકસ્માતમાં 40 લોકોના મોત થયા હતા અને 200 ઇજાગ્રસ્ત થયા હતા.
આ કરુણ ઘટનાના દિવસે જ (ગુરુવારે) ચીનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત સિચુઆનમાં પણ અન્ય એક દુર્ઘટનામાં ટ્રેનની ટક્કરથી બે રેલવે જાળવણી કામદારોના મૃત્યુ થયા હોવાના અહેવાલો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?