INCની બેઠકમાં પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી કરાર નિષ્ફળ
પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય કરાર માટેની વાટાઘાટો નિષ્ફળ
પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી
પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી
પ્લાસ્ટિક પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાનો અંત લાવવા માટે આયોજિત મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય કરાર માટેની વાટાઘાટો આજે જીનીવા ખાતે નિષ્ફળ રહી હતી. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ એસેમ્બલી (UNEA) દ્વારા માર્ચ 2022માં આ કરારને બંધનકર્તા બનાવવા માટે નિર્ણય લેવાયો હતો અને તેના માટે ઇન્ટરગવર્નમેન્ટલ નેગોશિયેટિંગ કમિટી (INC)ની રચના કરવામાં આવી હતી.
INCની 5 બેઠકોમાં આ કરારને અંતિમ રૂપ આપવાની યોજના હતી, જે ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવી જોઈતી હતી. પરંતુ, આજે INCની પાંચમી બેઠક, INC 5.2, કોઈપણ નિર્ણય વગર પૂરી થઈ. આ નિષ્ફળતાનું મુખ્ય કારણ સભ્ય દેશો વચ્ચે પ્રક્રિયા અને કરારના મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિનો અભાવ રહ્યો.
આ વાટાઘાટોમાં મુખ્યત્વે 2 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકનું ઉત્પાદન ક્રમશઃ ઘટાડવું અને ઝેરી રસાયણોના ઉપયોગમાં ઘટાડો કરવો, અને બીજું, પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું. આ કરાર 32 મુદ્દાઓમાં વહેંચાયેલો હતો, અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિવિધ દેશોના જૂથો વચ્ચે મડાગાંઠ ચાલી રહી હતી.
તેલ ઉત્પાદક દેશો, જે "લાઈક-માઈન્ડેડ ગ્રુપ" તરીકે ઓળખાય છે, તેમની રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળ્યો. આ જૂથનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકનું ઉત્પાદન કે તેમાં વપરાતા ઝેરી રસાયણોને ઘટાડવાનો ન હતો. પરિણામે, તેઓએ શરૂઆતથી જ કરાર સર્વસંમતિથી થવો જોઈએ તેવી રજૂઆત કરી, જે એક અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે.
આજે જીનીવામાં વહેલી સવારે INC 5.2ની બેઠકમાં ચેરમેન દ્વારા જે મુદ્દો રજૂ કરવામાં આવ્યો તે ખૂબ જ નબળો હતો. આ મુદ્દામાં પ્લાસ્ટિક ઉત્પાદનમાં વપરાતા કેમિકલને ઘટાડવા, પ્લાસ્ટિકના ઉત્પાદનને કેવી રીતે ઘટાડવું, અને માનવ આરોગ્ય પર થતા નુકસાનના મોનિટરિંગ જેવી મુખ્ય બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ ન હતો.
આટલો નબળો મુદ્દો હોવા છતાં તેલ ઉત્પાદક દેશોએ તેનો વિરોધ કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે, કરાર સર્વસંમતિથી જ પસાર થવો જોઈએ. આ કારણે, કરાર કઈ પ્રક્રિયાથી પસાર કરવો તે મુદ્દા પર જ 182 સભ્ય દેશો અટવાઈ ગયા.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો