સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફનો વિવાદ, EU નો અમેરિકાને પડકાર
અમેરિકા દ્વારા આયાતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદ્યા બાદ, EU એ પણ જવાબી પગલાં લીધા છે...

EU અને અમેરિકાની સ્ટીલ-એલ્યુમિનિયમ ટેરિફની લડાઈ

EU અને અમેરિકાની સ્ટીલ-એલ્યુમિનિયમ ટેરિફની લડાઈ
અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક નવો વેપાર વિવાદ ઊભો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% વધારાનો ટેરિફ (શુલ્ક) લગાવ્યો, જેનાથી EU નારાજ થયું. આ માટે EU એ પણ જવાબી પગલાં લીધા છે.
EU નું પ્રતિક્રિયાત્મક પગલું...
1 એપ્રિલથી EU અમેરિકાથી આયાત થતી કેટલીક વસ્તુઓ પર 25% ટેરિફ લાદશે. આમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, ઘરનાં સાધનો, કાપડ, ચામડાંની વસ્તુઓ, પ્લાસ્ટિક અને લાકડાના ઉત્પાદનો ઉપરાંત, ઈંડા, માંસ, કાંદા અને ખાંડ જેવા કૃષિ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.
EU પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનનું નિવેદન...
ઉર્સુલા વોન ડેર લેયને કહ્યું કે, "અમેરિકાએ $28 બિલિયન ડોલરના શુલ્ક લગાવ્યા છે, તો અમે પણ એટલી જ મર્યાદામાં જવાબ આપી રહ્યા છીએ." તેમણે ઉમેર્યું કે આ શુલ્ક બંને દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન કરશે અને કિંમતો પણ વધશે.
સ્ટીલ ઉદ્યોગ પર અસર...
EU ના સ્ટીલ ઉદ્યોગ માટે આ ટેરિફ નુકસાનકારક બની શકે છે. યુરોપિયન સ્ટીલ એસોસિએશનના પ્રમુખ હેનરિક એડમે ચેતવણી આપી છે કે, EU લગભગ 3.7 મિલિયન ટન સ્ટીલની નિકાસ ગુમાવી શકે છે, જેનાથી યુરોપમાં રોજગારી અને ઉદ્યોગ પર ખરાબ અસર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?