એપસ્ટીન ફાઈલ્સ: નવી તસવીરો કરી જાહેર
અમેરિકામાં ડેમોક્રેટ સાંસદોએ જેફરી એપસ્ટીન કેસમાં ચોંકાવનારી નવી તસવીરો જાહેર કરી

એપસ્ટીન ફાઈલ્સ

એપસ્ટીન ફાઈલ્સ
અમેરિકાના રાજકારણમાં ફરી એકવાર એપસ્ટીન ફાઈલ્સને લઈને મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકી કોંગ્રેસના ડેમોક્રેટ સાંસદોએ દોષિત યૌન અપરાધી અને દિવંગત ફાઇનાન્સર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી ડઝનબંધ નવી અને અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવેલી તસવીરો જાહેર કરી છે. આ નવી એપસ્ટીન ફાઈલ્સમાં વિશ્વ સ્તરે જાણીતી અનેક હસ્તીઓ એપસ્ટીન સાથે જોવા મળે છે, જે તેના વગદાર અને પ્રભાવશાળી નેટવર્ક પર ફરીથી ગંભીર સવાલો ઉભા કરે છે.
બિન-ગોપનીય ફાઈલ સાર્વજનિક કરવાની તૈયારી
હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ સભ્યોના જણાવ્યા અનુસાર, આ તસવીરો જાહેર કરવાનો મુખ્ય હેતુ એપસ્ટીનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેની સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે પારદર્શિતા લાવવાનો છે. આ ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકી ન્યાય વિભાગ પણ આ કેસની બિન-ગોપનીય ફાઇલો સાર્વજનિક કરવાની તૈયારીમાં છે.
કાળા રહસ્યોને વધુ ઘેરા બનાવે છે
કમિટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલમાં જે 68 તસવીરો જાહેર કરવામાં આવી છે તે એપસ્ટીન ફાઇલ્સના આશરે 95,000 તસવીરોના વિશાળ સંગ્રહનો માત્ર એક નાનો ભાગ છે. આ તસવીરો એપસ્ટીનની મિલકતની તપાસ દરમિયાન એજન્સીઓને મળી હતી. આ નવી વિગતોમાં કેટલીક અત્યંત વાંધાજનક સામગ્રી પણ સામે આવી છે. તેમાં સગીર છોકરીઓ પર કેન્દ્રિત લખાણો, વિવિધ દેશોની મહિલાઓના ઓળખ દસ્તાવેજોની તસવીરો અને મોડી રાત્રે મોકલવામાં આવેલા શંકાસ્પદ સંદેશાઓના સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે. આ સંદેશાઓમાં કથિત રીતે છોકરીઓની લેતી-દેતી અને તેના બદલામાં ચૂકવવામાં આવતી રકમ વિશેની ચર્ચાઓ હોવાનું બહાર આવ્યું છે, જે એપસ્ટીન ફાઈલ્સના કાળા રહસ્યોને વધુ ઘેરા બનાવે છે.
વ્હાઈટ હાઉસે આ ખુલાસાઓને મર્યાદિત ગણાવ્યા
ડેમોક્રેટ સાંસદોએ સ્પષ્ટતા કરી છે કે, અત્યારે જાહેર કરાયેલી સામગ્રી માત્ર એક નમૂનો છે અને હજુ હજારો અન્ય દસ્તાવેજો અને તસવીરોની સમીક્ષા ચાલી રહી છે. આ એપસ્ટીન ફાઇલ્સમાં હજુ પણ અનેક ગંભીર ખુલાસાઓ થવાની શક્યતા છે. બીજી તરફ, વ્હાઈટ હાઉસ આ મામલે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે. વ્હાઈટ હાઉસે આ ખુલાસાઓની અસરને મર્યાદિત ગણાવતા કહ્યું છે કે, વહીવટીતંત્ર પહેલેથી જ એપસ્ટીન ફાઈલ્સ બાબતે પારદર્શિતાના પક્ષમાં છે અને આ નવા ખુલાસાથી સરકારના વલણમાં કોઈ ખાસ ફેરફાર થશે નહિ. આમ છતાં, આ તસવીરો સાર્વજનિક થવાથી અમેરિકા સહિત વિશ્વભરના એવા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેઓ ક્યારેક ને ક્યારેક આ વિવાદાસ્પદ નેટવર્ક સાથે જોડાયેલા હતા. આગામી સમયમાં એપસ્ટીન ફાઈલ્સના વધુ ચોંકાવનારા પાસાઓ બહાર આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?