વહેલી સવારે ધરા ધ્રુજી: 6.3ની તીવ્રતાના ભૂકંપથી 6 દેશોમાં આંચકા અનુભવાયા
ભૂકંપની તીવ્રતા 6.3 રિક્ટલ સ્કેલ નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો

6.3 તીવ્રતાનો ભૂકંપ

6.3 તીવ્રતાનો ભૂકંપ
બુધવારે વહેલી સવારે ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે જોરદાર ભૂકંપ નોંધાયો હતો, જેની અસર મિસ્ત્રથી લઈને ઈઝરાયલ સુધી જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા 6.3 રિક્ટલ સ્કેલ નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકો ડરી ગયા હતાં અને ઘરની બહાર ભાગવા લાગ્યા હતાં.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાઇન્સ (GFZ) અનુસાર, ગ્રીસના ક્રીટ દ્વીપ પર બુધાવારે (14 મે) વહેલી સવારે 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 83 કિલોમીટર ઊંડાણ પર આવ્યો હતો. અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન અથવા જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સાથે જ લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
અન્ય દેશોમાં પણ નોંધાઈ અસર
નોંધનીય છે કે, ગ્રીસના આ ભૂકંપની અસર મિસ્ત્ર અને ઈઝરાયલ સુધી જોવા મળી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સરવે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમયાનુસાર 1:51 વાગ્યે આવ્યો હતો. જેના આંચકા મિસ્ત્રના કાહિરા સાથે-સાથે ઈઝરાયલ, લેબેનોન, તુર્કિયે અને જૉર્ડનમાં પણ અનુભવાયા હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?