સુનિતા વિલિયમ્સને મળશે ઓવરટાઇમનો ખર્ચો, ટ્રમ્પે કહ્યુંઃ હું મારાં ખિસ્સા માંથી ચૂકવીશ
ડોનાલ્ડ ટ્રમ્પ આપશે સુનિતા વિલિયમ્સને ઓવરટાઇમનો ખર્ચો

ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ઓવરટાઇમ ખર્ચ

ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ઓવરટાઇમ ખર્ચ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના ઓવરટાઇમ વેતન પોતાના ખિસ્સામાંથી ચૂકવશે. આ બંને અવકાશયાત્રીઓ આ અઠવાડિયાની શરૂઆતમાં પૃથ્વી પર પાછા ફર્યા હતા. તેમના અવકાશ મિશનને બિનઆયોજિત રીતે 9 મહિના માટે લંબાવવામાં આવ્યું હતું. નાસાના નિયમો અનુસાર, વિલિયમ્સ અને વિલ્મોરને અવકાશમાં વિતાવેલા વધારાના સમય માટે કોઈ પગાર મળશે નહીં. અમેરિકન અવકાશયાત્રીઓ સરકારી કર્મચારી છે અને તેઓ અવકાશમાં ગમે તેટલા દિવસ વિતાવે તો પણ તેમને નિશ્ચિત પગાર મળે છે. જોકે, તેમની મુસાફરી, ભોજન અને રહેવાની વ્યવસ્થા નાસા દ્વારા કરવામાં આવે છે.
વિલિયમ્સ અને વિલ્મોર જૂન 2024 માં એક અઠવાડિયાના મિશન પર ઉડાન ભરવાના હતા, પરંતુ બોઇંગ અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમને અવકાશમાં 278 વધારાના દિવસો વિતાવવા પડ્યા. જ્યારે ટ્રમ્પને વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું આ અવકાશયાત્રીઓને વધારાનો પગાર મળશે, ત્યારે તેમણે કહ્યું, 'કોઈએ મારી સાથે આ વિશે વાત કરી નથી.' જરૂર પડશે તો હું મારા ખિસ્સામાંથી આપીશ. નાસાના નિયમો અનુસાર, વિલિયમ્સ અને વિલ્મોરને અવકાશમાં વિતાવેલા વધારાના સમય માટે કોઈ પગાર મળશે નહીં. અમેરિકન અવકાશયાત્રીઓ સરકારી કર્મચારી છે અને તેઓ અવકાશમાં ગમે તેટલા દિવસ વિતાવે તો પણ તેમને નિશ્ચિત પગાર મળે છે. જોકે, તેમની મુસાફરી, ભોજન અને રહેવાની વ્યવસ્થા નાસા દ્વારા કરવામાં આવે છે.
ટ્રમ્પે પૂછ્યું- બસ આટલું જ?
નાસા તેમને નજીવું ભથ્થું આપે છે, જે દરરોજ ફક્ત $5 (રૂ. 430) છે. આ મુજબ, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને 278 દિવસ માટે ફક્ત $1,430 (રૂ. 1,22,980.50) મળશે. જ્યારે આ આંકડો ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, 'શું આટલું જ?' તેણે જે વિચાર્યું છે તેના કરતાં આ બહુ ઓછું છે.
સુનિતા વિલિયમ્સનો પગાર કેટલો છે?
નાસાના અવકાશયાત્રીઓ અઠવાડિયામાં 40 કલાક કામ કરે છે, પરંતુ તેમને ઓવરટાઇમ, સપ્તાહના અંતે કે રજાનો પગાર ચૂકવવામાં આવતો નથી. એક અહેવાલ મુજબ, સુનિતા વિલિયમ્સ GS-15 સ્તરની કર્મચારી છે અને તેમનો વાર્ષિક પગાર $1,52,258 (રૂ. 1.30 કરોડ) છે, જેમાં આરોગ્ય વીમો અને આવાસ ભથ્થું શામેલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?