US અર્થશાસ્ત્રીની ટ્રમ્પ પર વિશ્વાસ ન કરવા સલાહ
અર્થશાસ્ત્રી જેફરી સાસે ભારતને BRICS સાથે જોડાવાની અને અમેરિકા પર આધાર ન રાખવાની સલાહ
જેફરી સાસેની ભારતને સલાહ
જેફરી સાસેની ભારતને સલાહ
અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારીક તણાવના સંદર્ભમાં પ્રસિદ્ધ અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સાસે એ ભારતને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતે અમેરિકાને તેના મુખ્ય સહયોગી તરીકે ન જોવું જોઈએ એના બદલે BRICS જેવા જૂથ સાથે જોડાવું જોઈએ. તેમણે કહ્યું કે, અમેરિકા ભારત પાસેથી મોટા પાયે નિકાસ સ્વીકારવા તૈયાર નથી, જેમ તે ચીન પાસેથી નિકાસ લેતું હતું.
જેફરી સાસે અનુસાર, અમેરિકા સાથે સુરક્ષા સમજૂતાઓ કાર્યક્ષમ સાબિત થશે નહિ. તેમને ભારતીય નેતૃત્વને સૂચન આપ્યું કે, તે પોતાની વિદેશ નીતિને સ્વતંત્ર રાખે અને અમેરિકા પર વધારે નિર્ભર ન રહે. તેમણે કહ્યું કે, અમેરિકા માત્ર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે અને ભારત, રશિયા, ચીન જેવા દેશોને પોતાના નિયંત્રણ હેઠળ રાખવા માંગે છે. BRICS જેવી વૈશ્વિક પાયા પર ઊભેલી સંસ્થાઓને પણ તે નાબૂદ કરવાનું ઈચ્છે છે.
જેફરીએ આ વાત પણ ઉલ્લેખ કર્યો કે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાર્કિક કે વ્યૂહાત્મક નેતા નથી. તેમણે રશિયન ક્રૂડની આયાત બદલ ભારત પર 50% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમનું માનવું હતું કે, ભારત તેમનો આદેશ તરત જ સ્વીકારી લેશે. પરંતુ ભારતે તે ધમકી આગળ નમ્યું નહિ.
જેફરી સાસે અનુસાર, "આ કોઈ રણનીતિક નિર્ણય નથી, પણ ટ્રમ્પના આવેશથી ભરેલા પગલાં છે. ભારતે એમાંથી શીખ લેવી જોઈએ અને સાવચેતી જાળવી જોઈએ." તેમણે સ્પષ્ટ કહ્યું કે, "હું લાંબા સમયથી કહું છે કે, ભારતે અમેરિકાને મુખ્ય ભાગીદાર તરીકે ન જોવું જોઈએ. ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવવી જોઈએ."
તેમણે ઉલ્લેખ કર્યો કે, કેટલીક માન્યતાઓ મુજબ ભારત એ ચીનનું સ્થાન લઈ શકે છે, પરંતુ એવું માનવું અજ્ઞાનતા છે. અમેરિકા ભારત પાસેથી ચીન જેવી માત્રામાં આયાત નહિ કરે. ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો છે, જ્યારે ચીન સૌથી વધુ રશિયન ક્રૂડ આયાત કરે છે અને તેમ છતાં તેના પર એવા દંડાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
સાસેના મતે, "ભારતને BRICS જેવા જૂથ સાથે મજબૂત સંબંધી બાંધવા જોઈએ, જે એમાં રશિયા, બ્રાઝીલ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સામેલ છે. ભારતે અમેરિકાના દબાણમાં આવવું જોઈએ નહિ."

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો