ભારતનો કડક વિરોધ છતાં, ઢાકામાં હિન્દુ મંદિર તોડી પડાયું
બાંગ્લાદેશમાં અનઅધિકૃત રીતે બાંધવામાં આવેલું દુર્ગા મંદિર તોડી પાડવામાં આવ્યું છે જેનાથી હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઢાકાનું હિન્દુ મંદિર તોડી પડાયું

ઢાકાનું હિન્દુ મંદિર તોડી પડાયું
બાંગ્લાદેશમાં સૌથી ઊંચી લઘુમતી હિન્દુઓની છે. દેશની રાજધાની ઢાકાના ખિલખેત વિસ્તારમાં 26 જૂને દુર્ગા મંદિર તોડી પાડવામાં આવ્યું હતું જેના વિરોધમાં આજે 'બાંગ્લાદેશ બંધ'નું એલાન કરવામાં આવ્યું છે. આ ઘટના રથયાત્રાના એક દિવસ પહેલા બની હતી, જેના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. આના વિરોધમાં શુક્રવારે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
દુર્ગા મંદિર તોડી પાડવા અંગે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી જેમાં વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ''આ મામલો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેને હળવાશથી લઈ શકાય નહીં.'' ભારતે દુર્ગા મંદિર તોડી પાડવા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર કડક ટિપ્પણીઓ કરી હતી. આ રોષ પર પ્રતિભાવ આપતા બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટીકરણ આપ્યું હતું.
સ્પષ્ટીકરણ આપતા બાંગ્લાદેશે કહ્યું, કે તોડી પાડવામાં આવેલું મંદિર અનઅધિકૃત રીતે રેલવે ટ્રેકની નજીક બાંધવામાં આવ્યું હતું. મંદિરની મૂર્તિનું નદીમાં સન્માનપૂર્વક વિસર્જન કર્યા બાદ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના કહેવા મુજબ, ગયા વર્ષે ઑક્ટોબર 2024માં દુર્ગા પૂજા દરમિયાન, સ્થાનિક હિન્દુ સમુદાયે પરવાનગી લીધા વગર રેલવેની જમીન પર એક કામચલાઉ પૂજા મંડપ બનાવ્યો હતો. તે સમયે, રેલવેએ દુર્ગા પૂજા માટે મંડપ બનાવવાની પરવાનગી આપી હતી, પરંતુ કરાર હેઠળ, સમારંભ પછી મંડપ દૂર કરવાનો હતો જે આયોજકો દ્વારા દૂર ના કરતાં તે કરારનું ઉલ્લંઘન કર્યું અને પૂજા પૂર્ણ થયા પછી પણ મંડપ દૂર કરવામાં આવ્યો ન હતો. તેના બદલે, તેઓએ ત્યાં મહાકાળીની મૂર્તિ સ્થાપિત કરી. આથી સરકારે આ સરકારી જમીન પાછી મેળવવા માટે અનધિકૃત બાંધકામોને દૂર કરવા હિન્દુ મંદિર તોડી પાડ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?