સ્વિટ્ઝરલેન્ડમાં બાર અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધ્યો
બેઝમેન્ટમાં આવેલી ક્લબમાં સેકન્ડોમાં જ ફેલાઈ આગ; ઓળખ માટે DNA ટેસ્ટની મદદ લેવાશે..

સ્વિટ્ઝરલેન્ડમાં બાર અગ્નિકાંડ

સ્વિટ્ઝરલેન્ડમાં બાર અગ્નિકાંડ
સ્વિટ્ઝરલેન્ડના આલ્પાઈન રિસોર્ટ ક્રાન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન સર્જાયેલી 'લિ કોન્સ્ટેલેશન' બારની આગમાં મૃત્યુઆંક વધીને ૪૭ પર પહોંચ્યો છે. સ્વિસ ઇતિહાસની સૌથી ભયાનક ગણાતી આ દુર્ઘટનામાં તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે, 'ફ્લેશઓવર' નામની જ્યોતને કારણે ભીષણ વિસ્ફોટ થયો હતો, જેણે સેકન્ડોમાં જ આખા બારને ભઠ્ઠીમાં ફેરવી દીધો હતો.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
બેઝમેન્ટમાં આવેલા આ બારમાં સેંકડો યુવાનો પાર્ટી કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મધરાત બાદ એક બારટેન્ડરે મહિલા સાથીને ખભા પર બેસાડી હતી, જેના હાથમાં સળગતી મીણબત્તી વાળી બોટલ હતી. આ જ્યોત અચાનક લાકડાની બનેલી સીલિંગને અડી ગઈ હતી. લાકડું સુકું હોવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બહાર નીકળવાની તક જ ન મળી.
શું છે આ 'ફ્લેશઓવર'?
તપાસકર્તાઓના મતે, જ્યારે કોઈ બંધ જગ્યામાં ગરમ વાયુઓ છત પર જમા થાય છે, ત્યારે તાપમાન એટલું વધી જાય છે કે રૂમમાં રહેલી દરેક ચીજવસ્તુ એકસાથે સળગી ઉઠે છે. આ પ્રક્રિયાને 'ફ્લેશઓવર' કહેવામાં આવે છે. આમાં માત્ર વસ્તુઓ નથી સળગતી, પણ આખો રૂમ જ આગનો ગોળો બની જાય છે, જેના કારણે બારમાં રહેલા લોકોને બચવાની કોઈ તક મળી ન હતી.
આ કરુણાંતિકાને પગલે સ્વિટ્ઝરલેન્ડમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો છે. મૃતદેહો એટલી હદે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે, જેના માટે હવે લેબ ટેસ્ટની મદદ લેવામાં આવી રહી છે. અનેક માતા-પિતા હોસ્પિટલોની બહાર પોતાના બાળકોની ભાળ મેળવવા આક્રંદ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?