ઈરાનના આર્મી ચીફનું મોત, ઈરાન- ઇઝરાયલ યુધ્ધ વિનાશની દિશામાં
ઈરાન-ઇઝરાયલના ભીષણ યુધ્ધ વચ્ચે ઇઝરાયલે ઈરાનના આર્મી ચિફના મોતનો કર્યો દાવો, મિડલ ઈસ્ટ બન્યું સ્તબ્ધ

ઇઝરાયલનું ઈરાનના આર્મી ચીફના મોતનો દાવો કરતું ટ્વિટ

ઇઝરાયલનું ઈરાનના આર્મી ચીફના મોતનો દાવો કરતું ટ્વિટ
ઈરાન-ઇઝરાયલ જે પેહલા મિત્રરાષ્ટ્ર હતા તેમના વચ્ચે હવે યુધ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. બંને દેશો હવે ભીષણ યુધ્ધમાં એકબીજાને કડકાઈથી જવાબ આપી રહ્યા છે. ઇઝરાયલ ઈરાનની સ્થાનિક જગ્યાઓ ઉપર પણ ડ્રોન અને મિસાઇલ સ્ટ્રાઈક કરી રહ્યું છે. એર સ્ટ્રાઈકથી બંને દેશોમાં વિનાશની સ્થિતિ સર્જાઇ રહી છે.
ઇઝરાયલની સત્તાવાર જાહેરાત:
હાલમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ટ્વિટ કરી સત્તાવાર જાહેરાત કરી છે કે ઇઝરાયલની સેનાએ યુધ્ધમાં ઈરાનના ચીફ ઓફ સ્ટાફ અલી શાદમાનીનું મિસાઇલ હુમલામાં મોત થયું હોવાનો દાવો કર્યો છે. અલી શાદમાની ઈરાનના હાલમાં નિમણૂક કરાયેલા ચીફ ઑફ સ્ટાફ અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડર હતા. ઇઝરાયલના આ દાવાથી સંપૂર્ણ મિડલ ઈસ્ટ સ્તબ્ધ બન્યું છે. ઈરાન બદલો લેવા ઇઝરાયલ પર વળતો હૂમલો કરે તેની શક્યતાઓ સેવાઇ રહી છે.
અલી શાદમાની ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નજીકના સૈન્ય સલાહકાર હતા. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે ઈરાનના એક સૈન્ય મથક પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાદમાની માર્યા ગયા છે. આ હુમલો તેહરાન નજીક એક કમાન્ડ પોસ્ટ પર થયો હતો.
જો કે, ઈઝરાયલના આ દાવાની ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર ખાતરી આપી નથી. હાલમાં ઇરાને ડિફેન્સ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી છે. અને જવાબી કાર્યવાહી કરવાની આશંકાઓ વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?