Indonesia માં ભયાનક બસ દુર્ઘટના, ખીણમાં પલટી જતાં 12 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત
બસ મેદાનથી જકાર્તા જઈ રહી હતી ત્યારે પાડાંગ નજીક બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો...

પાડાંગની ખીણમાં બસનો ભયંકર અકસ્માત...

પાડાંગની ખીણમાં બસનો ભયંકર અકસ્માત...
ઇન્ડોનેશિયા (Indonesia)ના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં મંગળવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 34 મુસાફરોને લઈને જઈ રહેલી એક બસ અચાનક નિયંત્રણ ગુમાવીને ખીણમાં પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 મુસાફરોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે આ દુર્ઘટના અંગે માહિતી આપી છે અને તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ સુમાત્રા ટ્રાફિક પોલીસના ડિરેક્ટર રેઝા ચૈરુલ અકબર સિદિકે જણાવ્યું હતું કે આ બસ ઉત્તરી સુમાત્રા પ્રાંતના મેદાનથી ઇન્ડોનેશિયા (Indonesia)ની રાજધાની જકાર્તા તરફ જઈ રહી હતી. દરમિયાન, પશ્ચિમ સુમાત્રાના પાડાંગ શહેરના એક બસ ટર્મિનલ નજીક બસના બ્રેકમાં કદાચ ખામી સર્જાઈ હતી. તેમણે ઉમેર્યું કે પોલીસ હાલમાં આ ગંભીર અકસ્માતના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ દુર્ઘટનામાં માંડ માંડ બચેલા લોકોએ અધિકારીઓને જણાવ્યું કે, બ્રેકમાં ખામી આવ્યા બાદ પાડાંગના અનેક ઊંચાણવાળા અને ખીણવાળા વિસ્તારમાં ડ્રાઇવરે વાહન પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે, 23 ઘાયલો સહિત તમામ પીડિતોને તાત્કાલિક નજીકની બે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સિદિકે વધુમાં જણાવ્યું કે, 13 ઘાયલોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલમાં સઘન સારવાર હેઠળ છે. ડ્રાઇવર સહિત ઘણા લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?