7 પંજાબી મુસાફરોની હત્યા, બલુચિસ્તાનમાં ફરી ભયનો માહોલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 7 પંજાબીઓની નિર્મમ હત્યા...

બસમાંથી ઉતારી ઓળખપત્ર તપાસ્યા અને ગોળી મારી...

બસમાંથી ઉતારી ઓળખપત્ર તપાસ્યા અને ગોળી મારી...
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભયાનક હિંસાની એક ઘટના સામે આવી છે. અહેવાલો મુજબ, અજાણ્યા હુમલાખોરોએ એક બસ રોકી અને તેમાં બેઠેલા પંજાબી મુસાફરોને ઉતાર્યા. તેઓના ઓળખપત્રોની તપાસ કર્યા પછી 7 પંજાબીઓને ગોળી મારી દેવામાં આવ્યા.
લાહોર જવા નીકળેલા નિર્દોષ મુસાફરોની હત્યા...
આ હુમલો બલુચિસ્તાનના તુરબત વિસ્તારમાં થયો હતો, જ્યાં મુસાફરો લાહોર જવા માટે સવારી કરી રહ્યા હતા. મૃતકોમાં તમામ પંજાબ પ્રાંતના રહેવાસી હતા.
હિંસાના પાછળ કોણ?
અત્યાર સુધી આ હુમલા પાછળ કઈ સંગઠન છે, તે અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. બલુચિસ્તાની સશસ્ત્ર જૂથો અગાઉ પણ પંજાબી મૂળના લોકો પર આક્રમણ કરતા રહ્યા છે. પંજાબીઓ પર વારંવાર થતા હુમલાઓને લઈને ત્યાં ઘર્ષણ અને ભયનો માહોલ સર્જાયો છે.
સરકાર અને સેનાની કાર્યવાહી...
પાકિસ્તાની સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન ઑફ કરી તપાસ શરૂ કરી છે. પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર પર ઘાતકી હુમલાઓ અટકાવવા માટે પગલાં લેવાની માંગ ઉઠી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?