દુનિયા પર યુદ્ધનું સંકટ: તેહરાન પર ભીષણ હુમલો
અમેરિકા-ઇઝરાયલની ઈરાન પર સંયુક્ત એરસ્ટ્રાઈક; તેહરાન સહિત અનેક શહેરો ધણધણી ઉઠ્યા

તેહરાન પર ભીષણ હુમલો

તેહરાન પર ભીષણ હુમલો
શનિવારે સવારે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક સંવેદનશીલ વિસ્તારો પર 'પ્રિવેન્ટિવ એટેક' (નિવારક હુમલો) કર્યો છે.
આ હુમલા બાદ ઈરાને પણ 400 જેટલી મિસાઈલો છોડીને ઇઝરાયલ પર વળતો પ્રહાર કર્યો હોવાના અહેવાલ છે.
હુમલાની મુખ્ય વિગતો:
ટ્રમ્પની જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે અમેરિકાએ ઈરાનમાં "મેજર કોમ્બેટ ઓપરેશન" શરૂ કર્યું છે. તેમણે આ મિશનને અમેરિકન લોકોની સુરક્ષા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવા માટે 'નોબલ મિશન' ગણાવ્યું છે.
અહેવાલો મુજબ, ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈની ઓફિસ પાસે જ વિસ્ફોટો થયા છે, ત્યારબાદ 86 વર્ષીય નેતાને તાત્કાલિક કોઈ અજ્ઞાત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તેહરાન અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં હુમલા બાદ ભીષણ આગ અને ધુમાડો જોવા મળી રહ્યો છે. ઈરાને પોતાની તમામ એરસ્પેસ ખાલી કરાવી દીધી છે અને ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
ટ્રમ્પની કડક ચેતવણી
ટ્રમ્પે એક વીડિયો સંદેશમાં કહ્યું, "અમે ઈરાનની મિસાઈલ ઈન્ડસ્ટ્રીને જમીનદોસ્ત કરી દઈશું અને તેમની નેવીને નેસ્તનાબૂદ કરીશું." તેમણે ઈરાની સેનાને આત્મસમર્પણ કરવા અથવા 'ચોક્કસ મૃત્યુ' માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે.
ઈરાનનો વળતો પ્રહાર
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું છે કે ઈરાન તરફથી મિસાઈલોનો મારો શરૂ થયો છે. તેલ અવીવ અને ઇઝરાયલના અન્ય શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે અને એર ડિફેન્સ સિસ્ટમ સતત મિસાઈલોને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતે અગાઉ જ ઇઝરાયલમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી અને હવે સ્થિતિ વધુ વણસતા વૈશ્વિક બજારો અને તેલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?