સાયબર હુમલાનો ખતરો? Europe ના ચાર મોટા દેશોમાં અચાનક બ્લેકઆઉટ...
યુરોપના ઘણા દેશો જેવા કે ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે હવાઈ અને મેટ્રો સેવાઓ ખોરવાઈ ગઈ...

ટેકનોલોજીનો ભોગ કે કોઈ મોટા કાવતરાનો ભાગ?

ટેકનોલોજીનો ભોગ કે કોઈ મોટા કાવતરાનો ભાગ?
યુરોપ (Europe)ના ઘણા દેશોમાં અચાનક જ વીજળી પુરવઠો ઠપ થઈ જતાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમ જેવા દેશોમાં વીજળી સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે. મળતી માહિતી અનુસાર, વીજળી ગુલ થવાના કારણે હવાઈ અને મેટ્રો સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં વીજળી શા માટે ગુલ થઈ તેની ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. જો કે, એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કોઈ સાયબર હુમલો પણ હોઈ શકે છે, જેના કારણે આટલા મોટા પાયે વીજળી પુરવઠો ખોરવાયો હોય.
નેશનલ ગ્રીડ ઓપરેટરનું નિવેદન...
સ્પેનના નેશનલ ગ્રીડ ઓપરેટર ‘રેડ એલેક્ટ્રિકા’એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સમગ્ર દેશમાં વીજળી પુરવઠો ફરીથી શરૂ કરવા માટે સેક્ટરની અન્ય કંપનીઓ સાથે મળીને નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ, પોર્ટુગલના ગ્રીડ ઓપરેટર ‘ઈ-રેડેસ’એ પણ માહિતી આપી છે કે આ સંકટ યુરોપિયન પાવર ગ્રીડમાં આવેલી કોઈ મોટી સમસ્યાના કારણે ઊભું થયું છે.
ટેનિસ ટુર્નામેન્ટ, મેડ્રિડ ઓપન પર અસર...
આ અંધારપટ્ટની અસર માત્ર પરિવહન સેવાઓ પર જ નહીં, પરંતુ અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો પર પણ પડી છે. મેડ્રિડમાં ચાલી રહેલી વાર્ષિક ક્લે-કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ, મેડ્રિડ ઓપન પણ આનાથી બાકાત નથી રહી. વીજળી ગુલ થવાના કારણે ઘણા મેચોને મુલતવી રાખવાની ફરજ પડી છે.
જ્યારે આખું ઇટાલી અંધારામાં ડૂબ્યું હતું...
ઉલ્લેખનીય છે કે, યુરોપ (Europe)માં આ પહેલાં પણ નાની-મોટી તકનીકી ખામીઓના કારણે મોટા પાયે બ્લેકઆઉટ થયા છે. વર્ષ 2003 માં સ્વિટ્ઝર્લૅન્ડમાં એક ઝાડ પડવાથી વીજળીની લાઇન તૂટી જતાં આખું ઇટાલી અંધારામાં ડૂબી ગયું હતું. તેથી, આ વખતે પણ તકનીકી સમસ્યા અથવા સાયબર હુમલો બંને શક્યતાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?