દુબઈ એર શોમાં તેજસ દુર્ઘટના બાદ ઉઠ્યો વિવાદ
તેજસ વિમાન દુર્ઘટના બાદ શો ચાલુ રાખતાં અમેરિકન પાઈલટ નારાજ, અંતિમ પ્રદર્શન રદ

અમેરિકન પાઈલટ મેજર ટેલર 'ફેમા' હાઇસ્ટરે અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શહીદ નમાંશ સ્યાલ

અમેરિકન પાઈલટ મેજર ટેલર 'ફેમા' હાઇસ્ટરે અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શહીદ નમાંશ સ્યાલ
અમેરિકન વાયુસેનાના પાઈલટ મેજર ટેલર 'ફેમા' હાઇસ્ટરે દુબઈ એર શો 2025 ના આયોજકોના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેજસ વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પાઈલટના મોત બાદ પણ એર શો ચાલુ રાખવામાં આવ્યો હતો. અમેરિકન વાયુસેનાની ટીમે પાઇલટના સન્માનમાં તેમણે અંતિમ પ્રદર્શન રદ કરી દીધું હતું. તેજસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત સ્વદેશી બહુ-ભૂમિકા ધરાવતું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે.
શુક્રવારે દુબઈ એર શો 2025 દરમિયાન અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર વિમાન ક્રેશ થયું હતું. ઉતરાણ સમયે આગ લાગતાં બળીને ખાખ થયું હતું. વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા ન હતા. જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમ છતાં, એર શો ચાલુ રાખવામાં આવ્યો હતો. મેજર હેઇસ્ટરે પાઇલટ, તેમના સાથીદારો અને તેમના પરિવાર પ્રત્યે આદર દર્શાવી એર શો ચાલુ રાખવાના આયોજકોના નિર્ણય પ્રત્યે નારાજગી વ્યક્ત કરી પોતાનું અંતિમ પ્રદર્શન રદ કરી દીધું હતું.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, "ગઈકાલે, દુબઈ એર શોના અંતિમ દિવસે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ તેજસમાં સ્ટંટ કરતી વખતે શહીદ થયા હતા. અમારી ટીમ પણ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી હતી. આયોજકોએ આઘાતજનક નિર્ણય લીધો કે ફ્લાઇટ પ્રદર્શન ચાલુ રહેશે. અમારી ટીમે કેટલીક અન્ય ટીમો સાથે શહીદ પાઇલટ, તેમના સાથીદારો અને તેમના પરિવાર પ્રત્યે આદર દર્શાવીને અમારા અંતિમ પ્રદર્શનને રદ કરવાનો નિર્ણય લીધો હતો."
તેમણે વધુમાં લખ્યું કે, "હું શો સાઇટ પરથી કદાચ એક કે બે કલાક પછી પસાર થયો. એવી અપેક્ષા રાખીને કે તે ખાલી, શાંત અથવા બંધ હશે. પરંતુ તેવું નહોતું."
હેઇસ્ટરે કહ્યું કે, અકસ્માત છતાં, ઉદ્ઘોષક ઉત્સાહી રહ્યાં, ભીડ ઉત્સાહથી આગળની દિનચર્યા જોતી રહી અને પ્રાયોજકો અને કલાકારોને અભિનંદન પત્ર સાથે શો સમાપ્ત કરાયો હતો.
તેમણે કહ્યું કે, "મારી ટીમ મારા વિના સ્થળ છોડીને ટ્રેક પર જશે અને આગામી કલાકાર તૈયાર થશે તેવી કલ્પના કરવી મારા માટે અસ્વસ્થતાભર્યું હતું. શો ચાલુ જ રહેશે. તેઓ હંમેશા એવું કહે છે અને તેઓ સાચા છે. પરંતુ યાદ રાખો કે તમારા ગયા પછી કોઈ એવું જ કહેશે."
ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના મૃતદેહને રવિવારે તમિલનાડુના સુલુર એરફોર્સ બેઝ પર લાવવામાં આવ્યો હતો. તેમને સંપૂર્ણ લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને તેમના વતન પટિયાલકર, હિમાચલ પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના પિતરાઈ ભાઈ નિશાંતે અંતિમ સંસ્કાર કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?