પાકિસ્તાનના ઈસ્લામાબાદ કોર્ટ પાસે કાર વિસ્ફોટ
ઈસ્લામાબાદમાં કોર્ટના પાર્કિંગમાં મંગળવારે બપોરે થયેલા વિસ્ફોટમાં 9ના મોત થયા અને 12 ઘાયલ

સ્લામાબાદ કોર્ટ પાસે કાર વિસ્ફોટ

સ્લામાબાદ કોર્ટ પાસે કાર વિસ્ફોટ
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મંગળવારે બપોરે લગભગ 12:30 વાગ્ય હાઈકોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઊભેલી એક કારમાં એક મોટો વિસ્ફોટ થયો, જેના કારણે 6 લોકોના મોત થયા અને 12 અન્ય ઈજાગ્રસ્ત થયા. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કોર્ટ વિસ્તારમાં ભારે ટ્રાફિક અને ભીડ હતી, જેના કારણે મૃત્યુઆંક વધ્યો. વિસ્ફોટમાં ઘણા વકીલો અને સામાન્ય નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમનો નજીકની હોસ્પિટલોમાં ઈલાજ ચાલી રહ્યો છે.
ઘટનાસ્થળે સુરક્ષા દળો અને ફોરેન્સિક ટીમો તૈનાત
પોલીસે તરત જ આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. આ ધમાકાનું કારણ સિલિન્ડર ફાટવું હોવાનું જણાવાયું હતું, અને પોલીસે પણ હાલમાં તેને સિલિન્ડર બ્લાસ્ટ માનીને તપાસ શરૂ કરી છે. જોકે, ઘટનાસ્થળે સુરક્ષા દળો અને ફોરેન્સિક ટીમો તૈનાત કરવામાં આવી છે, જે વિસ્ફોટના ચોક્કસ કારણ અને કોઈ સંભવિત બેદરકારી અથવા આતંકવાદના એંગલની સઘન તપાસ કરી રહી છે.
કોર્ટ પરિસરના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી
આ ઘટના બાદ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કોર્ટની તમામ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને પોલીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ વિસ્ફોટે ફરી એકવાર પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?