કેનેડા વિઝા: 74% ભારતીય વિદ્યાર્થીઓની અરજી નકારી
કેનેડાની કડક ઇમિગ્રેશન નીતિથી ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ અને અરજીઓ ઘટી

કેનેડા સ્ટડી વિઝા રિજેક્શન

કેનેડા સ્ટડી વિઝા રિજેક્શન
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પરમિટ મેળવવાની પ્રક્રિયા હવે પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે. તાજેતરના ઇમિગ્રેશન આંકડાઓ દર્શાવે છે કે, ઓગસ્ટ 2025માં ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા સ્ટડી વિઝા અરજીઓને નકારવામાં આવી હતી. આ અસ્વીકૃતિ દર માત્ર બે વર્ષ પહેલાંના દર કરતાં બમણાથી પણ વધારે છે. કેનેડામાં ગેરકાયદેસર પ્રવેશ માટે થતી છેતરપિંડીને રોકવા માટે ઇમિગ્રેશન નીતિ સખત બનાવવામાં આવતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
કેનેડાએ ઇમિગ્રેશન નીતિ શા માટે કડક કરી?
એક સમયે કેનેડા શિક્ષણ, રોજગાર અને સ્થાયી નિવાસ માટે વિશ્વભરના વિદેશીઓનું સૌથી પ્રિય સ્થળ હતું. જોકે, ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં અચાનક થયેલા વધારા અને સિસ્ટમ પરના દબાણને કારણે કેનેડા સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. નીતિઓનો અયોગ્ય લાભ લેવાની ઘટનાઓ વધતા ઇમિગ્રેશન વિભાગે કડક પગલાં લીધાં છે. આ બધાં પરિબળોને કારણે ઇમિગ્રન્ટ્સનું કેનેડા પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે.
ભારતીયોની અરજીઓ અને પ્રવેશમાં મોટો ઘટાડો :
કેનેડાએ માત્ર અરજીઓ અસ્વીકાર કરવાનો દર જ નથી વધાર્યો, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવતી અરજીઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2023માં જ્યાં 20,900 જેટલી અરજીઓ આવી હતી, તે સંખ્યા ઓગસ્ટ 2025માં ઘટીને માત્ર 4,515 રહી ગઈ હતી. આ ઘટાડો સ્પષ્ટપણે સૂચવે છે કે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા પ્રત્યેનું આકર્ષણ અને ત્યાં અભ્યાસ કરવાની સંભાવના બંને ઘટી રહી છે. તેમ છતાં, કેનેડાના વિઝા માટે અરજી કરનારાઓના લિસ્ટમાં ભારતીયો હજી પણ પ્રથમ ક્રમે છે, અને અરજીની અસ્વીકૃતિ પણ સૌથી વધુ ભારતીયો જ મેળવી રહ્યા છે.
ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના અહેવાલ મુજબ, ઓગસ્ટ 2025માં કેનેડા પહોંચનારા નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 2024ની સરખામણીમાં 43.1% નો મોટો ઘટાડો થયો છે. ઓગસ્ટ 2024માં 79,795 નવા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા, જે ઓગસ્ટ 2025માં ઘટીને 45,380 થઈ ગયા હતા. જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 દરમિયાન 2024ની સરખામણીમાં લગભગ 1,32,505 ઓછા વિદ્યાર્થીઓએ કેનેડામાં પ્રવેશ કર્યો છે.
વર્ક પરમિટ ધારકોની સંખ્યા પણ ઘટી :
નવા વર્ક પરમિટ ધારકોની સંખ્યા, જેઓ કામ કરવા માટે કેનેડા આવે છે, તે પણ પ્રભાવિત થઈ છે. ઓગસ્ટ 2025માં નવા વર્ક પરમિટ ધારકોની સંખ્યા ઘટીને 16,890 થઈ હતી. કુલ મળીને, જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં કુલ 2,43,945 વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો કેનેડા પહોંચ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 2,78,900 જેટલા ઓછા છે.
પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણો :
નીતિગત પરિવર્તન: કેનેડા સરકારે કામચલાઉ રહેવાસીઓની સંખ્યા કુલ વસ્તીના 5% થી ઓછી રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
છેતરપિંડી વિરુદ્ધ કાર્યવાહી: 2023માં 1,550 બનાવટી અરજીઓ શોધી કાઢવામાં આવી હતી, જેમાંની મોટાભાગની ભારતીયો દ્વારા કરવામાં આવી હતી. નવી સ્ક્રીનીંગ પ્રણાલીએ 2024માં વિશ્વભરમાંથી 14,000થી વધુ શંકાસ્પદ વિઝા અરજીઓ ઓળખી કાઢી છે.
સખત ચકાસણી: અરજી પ્રક્રિયા ધીમી પડી છે અને નવા નિયમો હેઠળ દસ્તાવેજોની ચકાસણી વધુ સખત બનાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓની પસંદગીમાં ફેરફાર: નિષ્ણાતો માને છે કે કેનેડાની નીતિઓ કડક થતાં વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોમાં અભ્યાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?