ગેટ્સનાં કબૂલાતનામાથી અમેરિકામાં સનસનાટી
બિલ ગેટ્સે એપસ્ટીન ફાઇલ્સમાં બે રશિયન મહિલા સાથે સંબંધ સ્વીકાર્યા

બિલ ગેટ્સે એપસ્ટીન ફાઇલ્સમાં બે રશિયન મહિલા સાથે સંબંધ

બિલ ગેટ્સે એપસ્ટીન ફાઇલ્સમાં બે રશિયન મહિલા સાથે સંબંધ
એપસ્ટીન ફાઇલ્સના નવા ખુલાસાએ અમેરિકી અબજપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને ફરી એક વાર વિવાદમાં ઘેરી લીધા છે. ગેટ્સે તાજેતરમાં એક આંતરિક ટાઉન હોલ મીટિંગમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે એપસ્ટીન ફાઇલ્સમાં ઉલ્લેખિત બે રશિયન મહિલાઓ સાથે તેમના સંબંધો હતા. આ માટે તેમણે ફાઉન્ડેશનના કર્મચારીઓ પાસે માફી માંગી છે અને કહ્યું છે કે તેમના કારણે સંસ્થાની પ્રતિષ્ઠા પર અસર પડી છે.
આંતરિક મીટિંગમાં ગેટ્સે જણાવ્યું કે એપસ્ટીન સાથે સમય વિતાવવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેની મુલાકાત કરાવવી એક મોટી ભૂલ હતી. તેમણે કહ્યું, "મારા આ નિર્ણયને કારણે સંસ્થાના લોકોએ અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો. આની જવાબદારી હું સ્વીકારું છું." ગેટ્સે સ્પષ્ટ કર્યું કે આ સંબંધો એપસ્ટીનના પીડિતો સાથે કોઈ રીતે જોડાયેલા ન હતા અને તેમણે કોઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું નથી.
એપસ્ટીન ફાઇલ્સમાં ગેટ્સની કેટલીક તસ્વીરો મહિલાઓ સાથે જોવા મળી છે, પરંતુ આ મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ ખુલાસા બાદ ગેટ્સની જાહેર પ્રતિષ્ઠા અને વ્યવસાયિક વિશ્વસનીયતા પર ફરી સવાલ ઉઠ્યા છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી એઆઈ સમિટમાં તેમની ભાગીદારી રદ કરવામાં આવી હતી જેથી કાર્યક્રમનું ધ્યાન મુખ્ય વિષયોથી ન ભટકે.
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે ગેટ્સ અને એપસ્ટીન વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ રહી નથી. પરંતુ નવા રહસ્યોદ્ઘાટન અને કબૂલાતથી ગેટ્સના કાર્યક્રમો અને જાહેર દેખાવ પર પણ અસર પડી રહી છે. અમેરિકી મીડિયામાં આ મુદ્દો ફરી ચર્ચામાં છે અને ગેટ્સના ભૂતકાળના સંબંધોને લઈને વિવાદ વધી રહ્યો છે. તપાસ અને વધુ વિગતો સામે આવવાની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે એપસ્ટીન કનેક્શનવાળા અબજપતિઓ પર ફરી ચર્ચા શરૂ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?