ટ્રમ્પને મોટો ઝટકો, જન્મજાત નાગરિક્તા કાયદો યથાવત!
અમેરિકાની સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિક્તા કાયદો રદ કરવાના ટ્રમ્પના પ્રયાસને ફગાવ્યો

AI જનરેટેડ

AI જનરેટેડ
Historic decision on birthright citizenship: અમેરિકાની સુપ્રીમ કોર્ટે બર્થરાઈટ સિટીઝનશિપ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં જન્મેલા બાળકોને મળતો નાગરિકત્વનો અધિકાર યથાવત રહેશે. નવ સભ્યોની બેન્ચે આપેલા વિસ્તૃત નિર્ણયમાં બહુમતી જજોએ અધિકારને બંધારણીય સુરક્ષા પ્રાપ્ત હોવાનું માન્ય રાખ્યું છે. આ નિર્ણયને અમેરિકાના ઇમિગ્રેશન કાયદા માટે એક ઐતિહાસિક વળાંક માનવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ફટકો
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી 2025માં એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરીને જન્મના આધારે મળતી નાગરિકતા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીચલી અદાલતો બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ આ ઓર્ડરને બંધારણની જોગવાઈઓ સાથે અસંગત ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બંધારણીય અધિકારમાં ફેરફાર શક્ય નથી.
અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકારી આદેશને રદ કર્યો. જેમાં આવા બાળકોને જન્મથી નાગરિકતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય 5-4ની બહુમતીથી આવ્યો. મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સે બહુમતીનો નિર્ણય લખ્યો. અમેરિકામાં 158 વર્ષથી આ વ્યવસ્થા લાગુ છે કે ત્યાં જન્મેલું દરેક બાળક પોતાના જન્મની સાથે અમેરિકી નાગરિક બની જાય છે.
14મા સુધારાને મળ્યું મજબૂત સમર્થન
ચુકાદામાં કોર્ટે અમેરિકન બંધારણના 14મા સુધારાનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. જજોના મત મુજબ, અમેરિકામાં જન્મેલા દરેક બાળકને નાગરિકત્વનો અધિકાર મળે છે. આ મૂળભૂત જોગવાઈને સામાન્ય વહીવટી નિર્ણયથી બદલી શકાય નહીં. તેથી ટ્રમ્પ સરકારનો નિર્ણય અમલમાં આવી શકે તેમ નથી.
સરકારની દલીલો કોર્ટમાં ટકી નહીં
ટ્રમ્પ સરકારનું કહેવું હતું કે બર્થરાઈટ સિટીઝનશિપને કારણે 'બર્થ ટુરિઝમ'ને પ્રોત્સાહન મળે છે અને અમેરિકન નાગરિકતા માત્ર કાયમી રહેવાસીઓ અથવા અમેરિકન નાગરિકોના સંતાનો સુધી મર્યાદિત હોવી જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી અને બંધારણીય જોગવાઈને સર્વોપરી ગણાવી હતી.
હવે કાયદાકીય રસ્તો જ એકમાત્ર વિકલ્પ
બર્થરાઈટ સિટીઝનશિપમાં ફેરફાર કરવા માટે હવે કોંગ્રેસમાં અલગ કાયદો પસાર કરવાનો માર્ગ જ બાકી રહ્યો છે. આ મુદ્દે કેટલાક બિલ રજૂ થયા છે અથવા ભવિષ્યમાં રજૂ થઈ શકે છે. તેમ છતાં, આવા બિલ પસાર કરવા માટે કોંગ્રેસની મંજૂરી અને લાંબી કાયદાકીય પ્રક્રિયા જરૂરી હોવાથી તાત્કાલિક કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી માનવામાં આવે છે.
વર્ષોથી ચાલી રહ્યો છે વિવાદ
ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષોથી બર્થરાઈટ સિટીઝનશિપનો વિરોધ કરતા આવ્યા છે. વર્ષ 2011માં તેમણે આ મુદ્દો જાહેર ચર્ચામાં લાવ્યો હતો અને પોતાની પ્રથમ રાષ્ટ્રપતિ ટર્મ દરમિયાન પણ તેમાં ફેરફારના પ્રયાસો કર્યા હતા. બીજી ટર્મ શરૂ થતાં જ તેમણે ફરી એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો હતો. પરંતુ અંતે સુપ્રીમ કોર્ટે તેને બંધારણીય રીતે અમાન્ય ગણાવ્યો.
ઇમિગ્રન્ટોમાં ભયનું વાતાવરણ
ટ્રમ્પ સરકાર દ્વારા ઇમિગ્રેશન પર સતત કડક કાર્યવાહી કરવામાં આવતાં અનેક ઇમિગ્રન્ટ પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણા પરિવારોને પોતાના બાળકોના ભવિષ્ય અંગે ચિંતા હતી. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આવા પરિવારોને મોટી રાહત મળી છે અને જન્મના આધારે મળતી અમેરિકન નાગરિકતા યથાવત રહેશે.
શપથ લીધાના થોડા કલાકો પછી આદેશ જારી કર્યો હતો
ટ્રમ્પે પોતાના શપથ ગ્રહણના દિવસે 20 જાન્યુઆરી 2025ના રોજ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને બર્થ રાઇટ સિટીઝનશિપ પર રોક લગાવી દીધી હતી. તેના થોડા દિવસો પછી સંઘીય (ફેડરલ) જિલ્લા અદાલતોએ આદેશ પર અસ્થાયી રોક લગાવી દીધી. એટલે કે ટ્રમ્પનો આદેશ લાગુ જ ન થઈ શક્યો. જોકે તે સમયે બર્થરાઇટ સિટીઝનશિપ પર રોક નહોતી લાગી, પરંતુ ટ્રમ્પના આદેશ પર રોક લાગી હતી.
આ પછી ફરી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે હવે અંતિમ નિર્ણય આપતા કહ્યું કે 14મો સુધારો જન્મજાત નાગરિકતાની ગેરંટી આપે છે. તેથી ટ્રમ્પનો આદેશ ગેરબંધારણીય છે અને તેને રદ કરી દીધો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, અમેરિકી સંસદ (કોંગ્રેસ) કાયદો બનાવીને જન્મથી નાગરિકતાના અધિકારનો વ્યાપ બદલી શકતી નથી. આ વ્યવસ્થામાં ફેરફાર કરવો હોય તો તેના માટે બંધારણમાં સુધારો કરવો પડશે.
ટ્રમ્પ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા
1 એપ્રિલે ટ્રમ્પ આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા. કોઈ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિનું સુપ્રીમ કોર્ટમાં આ રીતે સુનાવણી દરમિયાન હાજર રહેવું અત્યંત દુર્લભ માનવામાં આવે છે. ટ્રમ્પનો આ આદેશ લાગુ થઈ જાત, તો દર વર્ષે અમેરિકામાં જન્મ લેનારા લગભગ 2.5 લાખ બાળકોની કાનૂની સ્થિતિ પ્રભાવિત થાત. આ ઉપરાંત પરિવારોને પોતાના નવજાત બાળકની નાગરિકતા નક્કી કરાવવા માટે માતા-પિતાની નાગરિકતા અને ઇમિગ્રેશન સ્થિતિના દસ્તાવેજો પણ આપવા પડતા. આ નિર્ણય ટ્રમ્પ માટે એટલા માટે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન તેને ખતમ કરવાનું વચન આપ્યું હતું.
શું છે જન્મજાત નાગરિકતાનો અધિકાર?
વર્ષ 1865માં અમેરિકી ગૃહયુદ્ધ સમાપ્ત થયા પછી જુલાઈ 1868માં અમેરિકી સંસદમાં 14મા સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં જન્મેલા તમામ અમેરિકી નાગરિક છે. આ સુધારાનો હેતુ ગુલામીનો ભોગ બનેલા અશ્વેત લોકોને અમેરિકી નાગરિકતા આપવાનો હતો. જોકે, આ સુધારાની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવી છે કે તેમાં અમેરિકામાં જન્મેલા તમામ બાળકોનો સમાવેશ કરવામાં આવશે, ભલે તેમના માતા-પિતાનો ઇમિગ્રેશન સ્ટેટસ કંઈ પણ હોય.
ટ્રમ્પ અને તેમના સમર્થકોનો દાવો છે કે, આ કાયદાનો ફાયદો ઉઠાવીને ગરીબ અને યુદ્ધગ્રસ્ત દેશોમાંથી આવેલા લોકો અમેરિકા આવીને બાળકોને જન્મ આપે છે. આ લોકો અભ્યાસ, સંશોધન, નોકરીના આધારે અમેરિકામાં રોકાય છે. બાળકનો જન્મ થતાં જ તેમને અમેરિકી નાગરિકતા મળી જાય છે. નાગરિકતાના બહાને માતા-પિતાને અમેરિકામાં રહેવાનું કાયદેસર કારણ પણ મળી જાય છે. અમેરિકામાં આ ટ્રેન્ડ ઘણા લાંબા સમયથી જોરશોરથી ચાલી રહ્યો છે. આલોચકો તેને બર્થ ટુરિઝમ કહે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2022ના રિપોર્ટ મુજબ 16 લાખ ભારતીય બાળકોને અમેરિકામાં જન્મ લેવાને કારણે નાગરિકતા મળી છે.
ટ્રમ્પના નજીકના લોકોને મળ્યો હતો લાભ
રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પના ઘણા નજીકના સહયોગીઓએ પણ આ જન્મજાત નાગરિકતા વ્યવસ્થાનો લાભ લીધો છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો, FBI નિર્દેશક કાશ પટેલ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સના માતા-પિતા અન્ય દેશોમાંથી અમેરિકા આવ્યા હતા. તેમનો જન્મ અમેરિકામાં થયો હતો. તેથી તેમને જન્મની સાથે જ અમેરિકી નાગરિકતા મળી ગઈ હતી.
કોર્ટના નિર્ણયથી ભારતીયોને રાહત
સરકારી આંકડાઓ મુજબ, અમેરિકામાં લગભગ 54 લાખ ભારતીય મૂળના લોકો રહે છે. આ અમેરિકાની કુલ વસતિના લગભગ 1.6% છે. તેમાં H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેલાં ભારતીયોની સંખ્યા વધુ છે. મોટાભાગના લોકો ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. ટ્રમ્પનો કાર્યકારી આદેશ લાગુ થઈ જાય તો અમેરિકામાં રહેતા હજારો ભારતીય પરિવારો પ્રભાવિત થાત જેઓ ત્યાં બાળકની યોજના બનાવી રહ્યા છે અથવા જેમના બાળકો અમેરિકામાં જન્મ લેતા.
H-1B વિઝા ધારકો માટે નિયમો બદલાશે નહીં
અમેરિકાના ઇમિગ્રેશન કાયદા કે વિઝા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી. જે H-1B વિઝા કે અન્ય કોઈ માન્ય અસ્થાયી વિઝા પર રહેતા લોકોને અમેરિકામાં ગર્ભધારણ કરવા કે બાળકને જન્મ આપવાથી રોકતી હોય. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આવા પરિવારોના અમેરિકામાં જન્મેલા બાળકોને બંધારણના 14મા સુધારા હેઠળ જન્મથી જ અમેરિકી નાગરિક માનવામાં આવશે.
બાળકને નાગરિકતા મળવાથી માતા-પિતાને ફાયદો નહી
કોઈ બાળકનો જન્મ અમેરિકામાં થાય છે તો તેને જન્મથી અમેરિકી નાગરિકતા મળી જાય છે. પરંતુ તેનો ફાયદો તેના માતા-પિતાને મળતો નથી. H-1B અથવા અન્ય કોઈ અસ્થાયી વિઝા પર રહેતા લોકોને પોતાના ઇમિગ્રેશન સ્ટેટસને પહેલાની જેમ અલગથી જાળવી રાખવું પડશે. વર્તમાન અમેરિકી કાયદા મુજબ, અમેરિકી નાગરિક બાળક પોતાના માતા-પિતા માટે કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ)ની ભલામણ ત્યારે જ કરી શકે છે. જ્યારે તેની ઉંમર 21 વર્ષની થઈ જાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?