ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું
શુક્રવારે સવારે ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ,ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું,"મને ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો."
વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ,ઈરાનમાં ૧૦,૭૬૫ ભારતીયો રહે છે.આવી સ્થિતિમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવની સ્થિતિમાં ભારત સરકાર ચોક્કસપણે તેના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતિત છે.
ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું."ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' શરૂ કર્યું છે.આ હુમલો ઈઝરાયલના અસ્તિત્વ સામેના ખતરાને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.ઈરાન માત્ર ત્રણ વર્ષમાં 10,000 બેલિસ્ટિક મિસાઈલ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે.જો તે નાના ઈઝરાયલ પર 10,000 મિસાઈલ છોડશે તો શું થશે? આ એક અસહ્ય ખતરો છે,જેને રોકવો જ પડશે. ઈઝરાયલે ઈરાનના મુખ્ય સંવર્ધન કેન્દ્ર અને અન્ય ઠેકાણાઓ પર લક્ષિત હુમલા કર્યા છે." બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે દાયકાઓથી, તેહરાનના સરમુખત્યાર ખુલ્લેઆમ ઈઝરાયલના વિનાશ વિશે વાત કરી રહ્યા છે.ઈરાને તાજેતરના વર્ષોમાં નવ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમનું ઉત્પાદન કર્યું છે.આ ઈઝરાયલ માટે ખતરો છે. તેથી આ ખતરો દૂર ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.ઈઝરાયલી હુમલામાં ઈરાની વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા.ઈઝરાયલે સમગ્ર દેશમાં ખાસ કટોકટી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.ઈઝરાયલ ગાઝામાં પેલેસ્ટાઇન સમર્થિત હમાસ સાથે પણ યુદ્ધ લડી રહ્યું છે.આવી સ્થિતિમાં ઈરાન પર ઈઝરાયલનો હુમલો ત્રીજા વિશ્વયુદ્ધનો ભય પેદા કરી રહ્યો છે.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?