એર ઈન્ડિયા ફ્લાઇટ પર વધુ એક સંકટ, ફ્લાઇટ કરાઇ ડાઈવર્ટ
બર્મિંગહામથી દિલ્હી તરફ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI114ને બોમ્બની ધમકી મળી, ફ્લાઇટને તાત્કાલિક રીતે રિયાધ તરફ વળવામાં આવી

દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ડાઈવર્ટ

દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ડાઈવર્ટ
એર ઈન્ડિયા ઉપર જાણે માઠી બેઠી હોય તેમ લાગે છે. 12 જૂન અમદવાદમાં થયેલ પ્લેન ક્રેશ પછી એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટની ખામીના સમાચાર સામે આવી રહ્યા છે. એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટને જુલાઇ સુધી ઘટાડી કે બંધ પણ કરી દેવાઈ છે ઉપરાંત એર ઇન્ડિયાના ફ્લાઇટ રજિસ્ટ્રેશનમાં પણ 20% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં વધુ એક સમાચાર સામે આવ્યા છે.
ફ્લાઇટને બોમ્બની ધમકી:
21 જૂને એર ઈન્ડિયાની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બર્મિંગહામથી દિલ્હી તરફ જતી હતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI114ને બોમ્બની ધમકી મળી હતી. બોમ્બની ધમકીનો મેસેજ મળતા જ ફ્લાઇટને તાત્કાલિક રીતે રિયાધ તરફ વળવામાં આવી હતી .
રિયાધ પહોંચેલી ફ્લાઇટની તમામ ક્રૂ મેમ્બર્સ અને અધિકારીઓ દ્વારા સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી બાદ કોઈ શંકા ન જણાતાં બોમ્બની ધમકી એક અફવા જાહેર થઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?