એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
આંદામાન સમુદ્ર ઉપર ચક્કર લગાવ્યા બાદ વિમાન ફુકેટ એરપોર્ટ પર પાછું ઉતર્યું

હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે.

હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે.
થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 ને બોમ્બની ધમકી મળ્યા બાદ થાઈલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી.હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે.
થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 ને બોમ્બની ધમકી મળ્યા બાદ થાઈલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. આ ફ્લાઈટમાં સવાર તમામ 156 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આંદામાન સમુદ્ર ઉપર ચક્કર લગાવ્યા બાદ વિમાન ફુકેટ એરપોર્ટ પર પાછું ઉતર્યું હતું. ધમકી આપનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી. આ ઘટના અમદાવાદ અકસ્માતના એક દિવસ પછી બની હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઈટ AI 379 ઉતરાણ કરી ચૂકી છે અને એરપોર્ટ ઈમરજન્સી સેવા સાથે વધુ કામ કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને શુક્રવારે બોમ્બની ધમકી મળી હતી. માહિતી મળતાં જ તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
લેન્ડિંગ પછી તરત જ, ફ્લાઈટમાં રહેલા તમામ મુસાફરોને સલામતી માટે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. આ સાથે, સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે (0230) સવારે 9:30 વાગ્યે ફૂકેટ એરપોર્ટથી દિલ્હી માટે ફ્લાઇટ ઉડાન ભરી હતી. પરંતુ આંદામાન સમુદ્ર નજીક ધમકીઓ મળતાં તેને પાછી ઉતરાણ કરવાની ફરજ પડી હતી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ફ્લાઇટ પાછી ફરી હતી :
ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ, બંને દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે. આ જ કારણ છે કે ભારતમાંથી ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ઘણી રાજધાની દિલ્હી પરત ફરી રહી છે. આ અંગે પણ, એર ઇન્ડિયાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ સાથે, તેણે શક્ય તમામ મદદની ખાતરી પણ આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?