અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ન્યૂયોર્કના ગુજરાતી વિસ્તારોમાં રેડથી ફફડાટ
ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE) ટીમે બે દિવસ સુધી લોકોને અટકાવી આઈડી ચેક કર્યા

ન્યૂયોર્કના ગુજરાતી વિસ્તારોમાં રેડથી ફફડાટ

ન્યૂયોર્કના ગુજરાતી વિસ્તારોમાં રેડથી ફફડાટ
અમેરિકામાં ટ્રમ્પ સરકારે સત્તા સંભાળ્યા બાદ ભારત વિરોધી પગલાં લેવાની શરૂઆત કરી હોવાની બૂમરાડ ઉઠી રહી છે. શિકાગો અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ અમરિકાની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)થી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેવામાં ન્યૂયોર્કમાં ગુજરાતની વસતી ધરાવતાં વિસ્તારોમાં 26 અને 27 જાન્યુઆરીના રોજ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)એ કેટલાંક લોકોને અટકાવી આઈડી ચેક કરતાં ફફડાટ ફેલાયો છે.
27 જાન્યુઆરીએ ICEના અધિકારી વહેલી સવારે ન્યૂયોર્કના ક્વીન્સમાં આવેલા ફ્લશિંગમાં ફરતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક અધિકારી ગુજરાતીઓની મોટી વસ્તી ધરાવતી રહેણાંક બિલ્ડિંગમાં ચેકીંગ કરવા ઘૂસ્યા હતા. બિલ્ડિંગમાં રહેતા એક ગુજરાતીએ કહ્યુ હતુ કે, ICEના અધિકારી ચોક્કસ વ્યક્તિને શોધવા માટે આવ્યા હતા. આ સમયે સામે મળેલા લોકોને અટકાવી આઈડી ચેક કર્યા હતા. જે બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી હતી તેમાં 80 ટકા ગુજરાતીઓ રહે છે.
આ રેડના કારણે ગુજરાતીઓની વસતી ધરાવતા વિસ્તારોમાં રહેતાં ગેરકાયેદ ઈમિગ્રન્ટ્સ ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. રેડના કારણે પહેલાની માફક લોકો મોડી રાત સુધી પાર્કમાં પણ બેસવાનું ટાળી રહ્યા છે. ICEથી બચવા માટે લોકો ઘરમાંથી જેકેટ અને હુડી પહેરીને નીકળે છે અને પોતાનો ચહેરો છૂપાવવા માસ્ક પહેરવા લાગ્યા છે. લોકોના ઘરના દરવાજા મોટાભાગે બંધ હોય છે. જેમની પાસે અમેરિકામાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વર્ક પરમિટ કે પછી અન્ય ડોક્યુમેન્ટ્સ છે તે લોકો હવે ખિસ્સાંમાં લઈને ફરી રહ્યા છે.
ફ્લશિંગના બીચ એવેન્યૂમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં ICEની ટીમ ચોક્કસ ફ્લેટ પર પહોંચી હતી. આ ફ્લેટમાં વર્ષ 2008માં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ICEએ રેડ પાડીને 6 ગુજરાતીઓને પકડી ડિપોર્ટ કર્યા હતા. આ ફ્લેટમાં એક ગુજરાતી મહિલા બોર્ડર ક્રોસ કરીને આવતા લોકોને પોતાને ત્યાં રાખતી હતી. ICEએ વહેલી સવારે દરોડો પાડીને તમામ લોકોને અરેસ્ટ કરી લીધા હતા.
ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલા ગુજરાતી લોકો અમદાવાદમાં ફરતા હોય તેમ ફ્લશિંગ વિસ્તારમાં કોઈ ડર વિના હરતા ફરતા હતા. પરંતુ એક જ અઠવાડિયામાં ચિત્ર બદલાઈ ગયું છે. ન્યૂયોર્કની હાલની સ્થિતિ અંગે એક ગુજરાતીએ જણાવ્યું કે હવે તો સબવેમાં પણ ICEના લોકો દેખાઈ રહ્યા છે અને રસ્તા પર ક્યાંક પોલીસની ગાડી ઉભી હોય તો પણ ગુજરાતીઓ ત્યાં જવાનું ટાળવા લાગ્યા છે. ન્યૂયોર્કમાં જે વિસ્તારને ICE દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં ગુજરાતીઓની ત્રણેક હજારથી વધુની વસતી છે.
ન્યૂયોર્ક જેવી ન્યૂજર્સીમાં પણ સ્થિતિ છે. થોડા દિવસો પહેલાં એક સ્ટોર પર ICEએ વોરન્ટ વગર રેડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ક પરમિટ વગર નોકરી કરતા અનડોક્યુમેન્ટેડ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ રેડમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વગરના લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક, ન્યૂજર્સી બાદ હવે અમેરિકાના અન્ય ભાગોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?