પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું, અફઘાનિસ્તાને ભારતના મિસાઇલ હુમલાના દાવાને નકાર્યો...
તાલિબાન સરકારે પાકિસ્તાનના એ દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે કે ભારતે અફઘાનિસ્તાનમાં મિસાઇલ હુમલો કર્યો હતો...

તાલિબાન સરકારનો પાકિસ્તાનને સણસણતો જવાબ...

તાલિબાન સરકારનો પાકિસ્તાનને સણસણતો જવાબ...
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના એ દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે પોતાની મિસાઇલોથી અફઘાન વિસ્તાર પર હુમલો કર્યો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લા ખાવારિઝમીએ હુર્રિયત રેડિયો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આવા કોઈપણ હુમલાનો કોઈ આધાર નથી, આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓએ દાવો કર્યો હતો કે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓમાં અફઘાનિસ્તાનનો વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. જો કે અફઘાનિસ્તાને માત્ર આ દાવાને ખોટો જ નથી ઠેરવ્યો, પરંતુ એવો સંકેત પણ આપ્યો છે કે પાકિસ્તાન પ્રાદેશિક તણાવને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ દાવાને નકારી કાઢતા કહ્યું છે કે, અફઘાન જનતા હવે સારી રીતે સમજે છે કે તેમનો સાચો મિત્ર કોણ છે અને કોણ તેમની સાર્વભૌમત્વનું વારંવાર ઉલ્લંઘન કરતું આવ્યું છે. આ નિવેદન પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવી રહેલા ભ્રામક પ્રચાર અભિયાનનો જવાબ આપવા રૂપે જોવામાં આવી રહ્યું છે.
પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે પાકિસ્તાન...
ભારત અને પાકિસ્તાન હવે યુદ્ધના આરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાનો ખોટો પ્રોપેગેન્ડા પણ ચલાવી રહ્યું છે, તાજેતરમાં પાકિસ્તાને એક પ્રોપેગેન્ડા ફેલાવ્યો હતો કે તેણે ભારતનું રાફેલ વિમાન તોડી પાડ્યું છે. જો કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તેનું ખંડન કરી દીધું હતું. વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, જ્યારે યોગ્ય સમય હશે ત્યારે સત્તાવાર રીતે તેના વિશે માહિતી આપવામાં આવશે.
પાકિસ્તાનના જુઠ્ઠાણાનો ભારતે આપ્યો જવાબ...
મિસરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન જે પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે, તેને લઈને કોઈ આશ્ચર્ય નથી, પાકિસ્તાન એવો દેશ છે જે જન્મની સાથે જ જૂઠું બોલી રહ્યો છે. 1947 માં જ્યારે પાકિસ્તાની ફોજે જમ્મુ-કાશ્મીરમાં હુમલો કર્યો, તો તેમણે યુએનમાં જૂઠું બોલ્યા કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, જે લોકોએ હુમલો કર્યો છે તેઓ કબીલાના લોકો છે. વિક્રમ મિસરીએ કહ્યું કે, જ્યારે અમારી ફોજ ત્યાં પહોંચી અને યુએનના લોકો ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે પાકિસ્તાની ફોજે આ ઘૂસણખોરી કરી છે, ત્યારબાદ પાકિસ્તાનને માનવું પડ્યું હતું કે તેની ફોજે ઘૂસણખોરી કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?