HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ
અમદાવાદ, કર્ણાટક, બેંગલુરુ, પ.બંગાળ અને હવે નાગપુરમાં 2 કેસ નોંધાયા; છેલ્લાં 8 મહિનામાં 15 કેસ આવ્યા

આરોગ્ય વિભાગ સજ્જ છે, ગભરાવાની જરૂર નથી: ઋષિકેશ

આરોગ્ય વિભાગ સજ્જ છે, ગભરાવાની જરૂર નથી: ઋષિકેશ
ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે.. જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.
સોમવારે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપ જોવા મળ્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને સારવાર માટે અમદાવાદ પહોંચ્યું હતું. આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાઇરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પણ પાંચ મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નાઈમાં પણ બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. તેમના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી.
એચએમપી વાઇરસનો કેસ નોંધાયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. જેને પગલે શહેરની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાઈરસના દર્દી માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. જો કે, આ વાઈરસ છેલ્લાં 24 વર્ષથી છે, જેથી ગભરાવવાની જરૂર ન હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે.
સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઇરસને લઈને હાલમાં ગભરાવવાની જરૂર નથી. વાઇરસની સામે લડવા માટે તંત્ર સજ્જ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?