કેનેડા વિઝામાં 50% ઘટાડો વિદ્યાર્થીઓના સપના રોળાયા
કેનેડા જવાનું સપનું જોતા ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો, વિઝા અપ્રુવલ રેટમાં થયો ઘટાડો

કેનેડા સ્ટુડન્ટ વિઝા ઘટાડો

કેનેડા સ્ટુડન્ટ વિઝા ઘટાડો
અમેરિકા બાદ હવે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં કેનેડા સરકારના બદલાયેલા વલણને કારણે વિદેશ જઈને સ્થાયી થવાનું સપનું જોતા લાખો યુવાનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સંસ્થા ICEF મોનિટરના તાજેતરના ડેટા મુજબ, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની અભ્યાસ પરમિટમાં સીધો 50% જેટલો તોતિંગ ઘટાડો કર્યો છે.
ICEF મોનિટરનો ચોંકાવનારો ખુલાસો :
તાજેતરના અહેવાલ પ્રમાણે, વર્ષ 2024માં 1.88 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાની સ્ટડી પરમિટ મળી હતી. તેની સરખામણીએ વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં આ આંકડો ઘટીને માત્ર 52,765 પર આવી ગયો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 90,000 સુધી માંડ પહોંચશે, જે વર્ષ 2023ની સાપેક્ષમાં લગભગ 67.5% જેટલો મોટો ઘટાડો સૂચવે છે.
વિઝા અપ્રુવલ રેટમાં ભારે કડાકો :
માત્ર અરજીઓની સંખ્યામાં જ નહીં, પરંતુ વિઝા મંજૂર થવાના દરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન પ્રોસેસ થયેલી અરજીઓમાંથી માત્ર 30% વિદ્યાર્થીઓને જ સફળતા મળી છે. ગત વર્ષે આ સક્સેસ રેટ 51% જેટલો હતો. આ અનિશ્ચિતતાને કારણે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરાના વાલીઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે તેઓએ કોચિંગ અને પ્રોસેસિંગ પાછળ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે.
વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં 23% નો ઘટાડો :
કેનેડામાં હાલમાં અભ્યાસ કરી રહેલા કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આંકડા પણ ઘટી રહ્યા છે. જાન્યુઆરી 2024માં જ્યાં 10 લાખથી વધુ એક્ટિવ સ્ટડી પરમિટ ધારકો હતા, તે જુલાઈ 2025 સુધીમાં ઘટીને 7.85 લાખની આસપાસ પહોંચી ગયા છે. આમ, એક વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 23.2%નો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતી વિદ્યાર્થીઓ હવે અન્ય વિકલ્પો તરફ :
ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે 15,000 વિદ્યાર્થીઓ કેનેડાને પોતાની પ્રથમ પસંદગી બનાવતા હતા. જોકે, કડક નિયમો અને ઓછી અપ્રુવલ રેટને કારણે હવે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા, યુ.કે., જર્મની અથવા અમેરિકા જેવા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ રહીને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવવા પર પણ વિચારણા કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?