કેનેડામાં સામાનની ચોરી બદલ 5 ગુજરાતીની ધરપકડ
એમેઝોનના વેરહાઉસમાં ₹18 કરોડથી વધુની ચોરી કરવા બદલ કાર્યવાહી, 2 મહિલા પણ સામેલ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાં રૂપિયા 18 કરોડથી વધુની ચોરી કરવા બદલ પાંચ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ડરહામ પ્રાદેશિક પોલીસના ફાઇનાન્શિયલ ક્રાઇમ યુનિટે લાંબી તપાસ કર્યા બાદ કાર્યવાહી કરી છે. આ કેસમાં પકડાયેલાં પાંચેય આરોપીઓ ગુજરાતના છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ લોકો એમેઝોન વેરહાઉસમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરતાં હતા.
ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે અંદાજે $2 મિલિયન (18.5 કરોડ રૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ એજેક્સ (Ajax)ના એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના બે કર્મચારીઓ સહિત પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધ કેનેડિયન પ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે તમામ આરોપીઓ ગુજરાતના છે અને તેમાં 2 મહિલાઓ પણ સામેલ છે.
ડરહામ પ્રાદેશિક પોલીસના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં 789 સેલમ રોડ પર ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા બે કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી. નવેમ્બર 2025માં, અજેક્સના સેલેમ રોડ પર એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરની 'લોસ પ્રિવેન્શન ટીમે' પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, કંપનીના બે કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી સિસ્ટેમેટિક રીતે માલસામાનની ચોરી કરી રહ્યા હતા. જેની કુલ કિંમત અંદાજે $2 મિલિયન (20 લાખ કેનેડિયન ડોલર) જેટલી થવા જાય છે.
સ્થાનિક પોલીસે 15 ડિસેમ્બર 2025 ના રોજ એમેઝોનના બે કર્મચારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્કારબોરો સ્થિત એક રહેણાંક મકાન પર સર્ચ વોરંટ જાહેર કરીને તપાસ હાથ ધરતા અન્ય ત્રણ શખ્સોને પણ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે $2,50,000 થી વધુની કિંમતના હાઈ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, $50,000 ની કેનેડિયન કરન્સી પણ જપ્ત કરી છે.
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પાંચેય આરોપીઓની ઉંમર 28 થી 36 વર્ષની છે. જેમાંથી એક ન્યૂ માર્કેટ અને ચાર સ્કારબોરોના રહેવાસી છે. મેહુલ બળદેવભાઈ પટેલ સામે છેતરપિંડી અને ચોરીનો આરોપ છે. આશિષકુમાર સવાણી સામે ચોરી, છેતરપિંડી અને ગુનાહિત રીતે મેળવેલી મિલકતની હેરાફેરીનો આરોપ છે. બંસરી સવાણી સામે ગુનાહિત મિલકત રાખવાનો આરોપ છે. યશ ધામેલિયા સામે ગુનાહિત મિલકત રાખવાનો આરોપ છે. જ્યારે જાન્વીબેન ધામેલિયા સામે ગુનાહિત મિલકત રાખવાનો આરોપ છે.
હાલમાં તમામ પાંચેય આરોપીઓને કેટલીક શરતો સાથે મુક્ત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં કોર્ટમાં તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાથી કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં ભારે ચર્ચા જાગી છે. મોટાપાયે આચરવામાં આવેલા કૌભાંડમાં સ્થાનિક કક્ષાએ સ્થાયી થયેલા ગુજરાતી યુવાનોના નામ સામે આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?