ફિલિપાઈન્સમાં ફેરી બોટ ડૂબતા 15ના મોત
350 મુસાફરો ભરેલી ફેરી મધરાત્રે દરિયામાં ગરકાવ થઇ, 15ના મોત અને અનેક હજુ પણ લાપતા..

ફેરી બોટ ડૂબતા 15ના મોત

ફેરી બોટ ડૂબતા 15ના મોત
દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી છે. 350થી વધુ મુસાફરોને લઈને જઈ રહેલી એક પેસેન્જર ફેરી 'MV ત્રિશા કર્સ્ટિન 3' મધરાતે દરિયામાં ડૂબી ગઈ હતી. આ હોનારતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 28 લોકો હજુ પણ લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
મધરાતે સર્જાયો કાળમુખો ખેલ:
કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, ફેરીએ રવિવારે રાત્રે ઝામ્બોઆંગા સિટીથી જોલો ટાપુ માટે પ્રયાણ કર્યું હતું. મુસાફરી શરૂ થયાના અંદાજે ચાર કલાક બાદ, મધરાતે 1:50 વાગ્યે ફેરીએ જોખમનો સંકેત આપ્યો હતો. તે સમયે ફેરી બાલુક-બાલુક ટાપુથી પાંચ કિલોમીટર પૂર્વમાં હતી, જ્યાં તે જોતજોતામાં સમુદ્રના પેટાળમાં સમાઈ ગઈ હતી.
રેસ્ક્યુ ઓપરેશન અને પડકારો:
ઘટનાની જાણ થતા જ ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ, નેવી અને એરફોર્સના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અત્યાર સુધીમાં 316 લોકોને દરિયાના મોજામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. બચાવકર્મીઓએ જણાવ્યું કે અંધારામાં લોકો જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્થાનિક હોસ્પિટલોમાં ઘાયલોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મેડિકલ સ્ટાફની પણ અછત વર્તાઈ રહી છે.
દુર્ઘટનાનું કારણ અકબંધ:
કોસ્ટ ગાર્ડ કમાન્ડર રોમેલ દુઆએ જણાવ્યું કે, હાલ અમારું સંપૂર્ણ ધ્યાન બચાવ કામગીરી પર છે. પ્રાથમિક તપાસ મુજબ ફેરીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો નહોતા, તેમ છતાં તે કયા કારણોસર ડૂબી ગઈ તે જાણવા માટે 'મરીન કેઝ્યુલ્ટી ઇન્વેસ્ટિગેશન'ના આદેશ આપવામાં આવ્યા છે. 7000થી વધુ ટાપુઓ ધરાવતા આ દેશમાં નબળા નિયમો અને જૂની બોટોને કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો