'ઓપરેશન એપિક ફ્યુરી' સફળ; ટ્રમ્પની G7 ને ખાતરી
ટ્રમ્પનો દાવો- ઈરાન હવે ખતરો નથી; 'એપિક ફ્યુરી' થી નેતૃત્વ વેરવિખેર, ઈરાનને આપી ચેતવણી

'ઓપરેશન એપિક ફ્યુરી' સફળ; ટ્રમ્પની G7 ને ખાતરી

'ઓપરેશન એપિક ફ્યુરી' સફળ; ટ્રમ્પની G7 ને ખાતરી
વિશ્વ અત્યારે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે પશ્ચિમ એશિયાના યુદ્ધ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. G7 દેશોના નેતાઓ સાથેની એક વર્ચ્યુઅલ કોલ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન હવે સંપૂર્ણપણે તૂટી ગયું છે અને તે ટૂંક સમયમાં શરણાગતિ સ્વીકારી શકે છે.
ટ્રમ્પે આ યુદ્ધમાં અમેરિકાના વળતા પ્રહાર એટલે કે 'ઓપરેશન એપિક ફ્યુરી'ને ઐતિહાસિક સફળતા ગણાવી છે.
ત્રણ G7 અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે આ કોલ દરમિયાન કહ્યું કે, "મેં એવા કેન્સરનો નિકાલ કર્યો છે જે આપણા બધા માટે ખતરો હતો." તેમનો ઈશારો ઈરાનના સૈન્ય માળખા અને તેના નેતૃત્વ તરફ હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પણ આક્રમક તેવર બતાવતા લખ્યું હતું કે, "ઈરાનની નેવી હવે નથી રહી, તેમની એરફોર્સ ખતમ થઈ ગઈ છે, અને તેમના મિસાઈલ તેમજ ડ્રોન ઠેકાણાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે."
ખામેનેઈની ચેતવણી અને વળતો પ્રહાર
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પદ સંભાળતાની સાથે જ અમેરિકા અને ઈઝરાયેલ સામે વળતા પ્રહારની સોગંધ ખાધી હતી. તેમણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ને બંધ કરવાની અને મધ્ય પૂર્વમાંથી તમામ અમેરિકી સૈન્ય મથકો હટાવવાની માંગ કરી હતી.
ઈરાને શુક્રવારે વહેલી સવારે સાઉદી અરેબિયા સહિતના ગલ્ફ દેશો પર ડ્રોન હુમલા કર્યા હતા. જેના જવાબમાં ટ્રમ્પે 'ઓપરેશન એપિક ફ્યુરી' દ્વારા ઈરાનના સૈન્ય નેતૃત્વ અને શસ્ત્રોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
વૈશ્વિક બજાર પર અસર
ટ્રમ્પના આ દાવાઓ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં સપ્લાય ચેઈન ફરી શરૂ થવાની આશાઓ જાગી છે. જોકે, ઈરાન ખરેખર શરણાગતિ સ્વીકારશે કે યુદ્ધ હજુ વધુ ભીષણ બનશે, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?