શું? પાળેલા કૂતરા બાબતે લગ્ન કેન્સલ થયા?
વરરાજાના પક્ષે દુલ્હનના પાળેલા કૂતરાને મારતા મામલો બિચક્યો, દુલ્હને ફેરા લેવાની ના પાડી..

દુલ્હનના પાળેલા કૂતરાને મારતા મામલો બિચક્યો

દુલ્હનના પાળેલા કૂતરાને મારતા મામલો બિચક્યો
ઉત્તર પ્રદેશમાંથી એક અજીબોગરીબ ઘટના સામેઆવી છે. ફતેહપુર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે.
અહીં એક લગ્ન સમારોહ માત્ર એટલા માટે રદ થયો કારણ કે વરરાજાના પક્ષના લોકોએ દુલ્હનના પાળેલા કૂતરાને માર માર્યો હતો. આ સામાન્ય લાગતી વાત જોતજોતામાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રેમલગ્નનો સુખદ અંત હિંસામાં ફેરવાયો
પ્રયાગરાજની 19 વર્ષીય તનુ અને કાનપુરના 25 વર્ષીય સુમિત બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા. અગાઉ તેઓએ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા, પરંતુ પરિવારોની સહમતીથી 18 ફેબ્રુઆરીના રોજ સામાજિક રીતે ધામધૂમથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વરમાળાની વિધિ પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી.
કૂતરો ભસ્યો ને ખુરશીઓ ઉછળી!
ઘટના વહેલી સવારે 4 વાગ્યે બની હતી જ્યારે મંડપમાં દાગીના ચઢાવવાની વિધિ ચાલી રહી હતી. દુલ્હન પોતાની સાથે તેનો પાળતો કૂતરો પણ લાવી હતી, જેને મંડપથી થોડે દૂર બાંધવામાં આવ્યો હતો. કૂતરાએ ભસવાનું શરૂ કરતા વરરાજા પક્ષનો એક યુવક ઉશ્કેરાયો હતો અને તેણે અબોલ પ્રાણીને લાકડીથી માર માર્યો હતો.
પોતાના પાળેલા શ્વાનને માર પડતો જોઈ દુલ્હનનો પરિવાર વિરોધ કરવા પહોંચ્યો અને જોતજોતામાં વાત એટલી વધી ગઈ કે બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને ખુરશીઓ વડે મારામારી શરૂ થઈ ગઈ. આ અથડામણમાં દુલ્હનના ભાઈ સહિત 3 લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે જ્યારે પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે દુલ્હને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, "જે લોકો મારા મૂંગા જીવનું સન્માન નથી કરી શકતા, તેમની સાથે મારે સંસાર માંડવો નથી."
સમાધાન
અંતે, બંને પરિવારો વચ્ચે પંચાયત ભરાઈ હતી. બંને પક્ષોએ એકબીજાને આપેલી ભેટ-સોગાદો અને ઘરેણાં પરત કર્યા હતા અને કાયદાકીય કાર્યવાહી વગર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, જેમાં લોકો દુલ્હનની હિંમત અને પ્રાણીપ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની