પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ લોહિયાળ જંગ
ભાજપની જીત પછી અનેક જિલ્લાઓમાં હિંસા, TMC કાર્યાલયોમાં તોડફોડ અને આગજની

પશ્ચિમ બંગાળ ચૂંટણી હિંસા

પશ્ચિમ બંગાળ ચૂંટણી હિંસા
West Bengal Post Poll Violence: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં શાંતિ જળવાઈ રહેવાને બદલે હિંસાનું વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની જીત બાદ રાજ્યના ખૂણેખૂણેથી હિંસક અથડામણો અને તોડફોડના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ગંભીર આક્ષેપ કર્યો છે કે ભાજપના કાર્યકરો દ્વારા તેમના પક્ષના કાર્યાલયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને અનેક જગ્યાએ આગજનીની ઘટનાઓ બની છે. મંગળવારે સવારે જામુરિયા વિધાનસભા મતવિસ્તારના રોટીબાટી પંચાયત વિસ્તારમાં ફરી તણાવ ભડકી ઉઠતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
The BJP has exposed its true face the moment it came to power. In Jalpaiguri Ward 14, BJP-backed miscreants have unleashed vandalism at our Trinamool Congress party office.
— All India Trinamool Congress (@AITCofficial) May 5, 2026
This destruction and deliberate attempt to create unrest is the real face of the BJP. pic.twitter.com/2xrIPsoZjZ
ટીએમસીના અનેક કાર્યાલયો નિશાન બન્યા
પોલીસ અને સ્થાનિક અહેવાલો અનુસાર, સોમવાર બપોરથી જ હિંસાની શરૂઆત થઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ટોલીગંજ, બરુઈપુર, કમરહાટી, બારાનગર, બહેરામપુર, હાવડા અને કસ્બા જેવા મહત્વના વિસ્તારોમાં આવેલી તૃણમૂલ કોંગ્રેસની ઓફિસો પર હુમલા કર્યા હતા. ટીએમસીએ આ ઘટનાઓની આકરા શબ્દોમાં નિંદા કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "ભાજપે સત્તા મેળવતાની સાથે જ પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. તેમના ગુંડાઓએ મુર્શિદાબાદમાં અમારા કાર્યાલય પર હિંસક હુમલો કર્યો છે. તોડફોડ અને અરાજકતા એ જ ભાજપનો સાચો ચહેરો છે."
અરૂપ બિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં ભારે તોડફોડ
ટોલીગંજમાં પૂર્વ મંત્રી અને ટીએમસી ઉમેદવાર અરૂપ બિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક દ્રશ્યોમાં ભીડ પક્ષના બિલબોર્ડ્સ તોડતી અને તેને લાતો મારતી જોવા મળી હતી. આ ઉપરાંત, રૂબી ક્રોસિંગ પાસે ભાજપના ઝંડા સાથે આવેલા ટોળાએ કાઉન્સિલર સુશાંત ઘોષના કાર્યાલયને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

કેન્સર પીડિત નેતા પર હુમલો
ટીએમસીએ ભાજપ પર અમાનવીયતાનો આરોપ લગાવતા વધુ એક પોસ્ટમાં જણાવ્યું કે, હિંસામાં કોઈને પણ બક્ષવામાં આવ્યા નથી. ભાજપના કાર્યકરોએ માણિકતલા વોર્ડ પ્રમુખ, જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે, તેમના પર પણ હુમલો કર્યો અને તેમનું માથું ફોડી નાખ્યું હતું. પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપના નેતાઓ હજુ કેટલું લોહી વહેવડાવવા માંગે છે? જલપાઈગુડીના વોર્ડ 14 માં પણ પાર્ટી ઓફિસમાં તોડફોડની ઘટના બની હતી, જેને ટીએમસીએ લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી.
આસનસોલ અને રાણીગંજમાં સ્થિતિ વણસી
આસનસોલ અને રાણીગંજ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ભાજપના સમર્થકોએ એવો આક્ષેપ કર્યો હતો કે રાણીગંજ પંચાયત વિસ્તારમાં તેમના એક કાર્યકર પર હુમલો થયો છે. આ રોષમાં ભાજપના ટોળાએ વળતો પ્રહાર કરતા ટીએમસી ઓફિસમાં તોડફોડ કરી અને બાદમાં તેને આગ ચાંપી દીધી હતી. આગની જ્વાળાઓ અને વધતા તણાવને જોતા રાણીગંજ પોલીસ સ્ટેશનથી મોટો પોલીસ કાફલો રવાના કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે રાજ્ય પોલીસની મદદ માટે કેન્દ્રીય દળોને પણ તાત્કાલિક ઘટનાસ્થળે તૈનાત કરવાની ફરજ પડી હતી.
Several misleading posts are being circulated on social media by falsely linking unrelated videos and photos from other places to Kolkata after the election results.
— Kolkata Police (@KolkataPolice) May 5, 2026
Kolkata Police is closely monitoring such content. Strict legal action is being taken against those spreading… pic.twitter.com/a6dqboQWiF
સોશિયલ મીડિયા પર નજર અને પોલીસની કડક કાર્યવાહી
હિંસાની ઘટનાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર પણ ગરમ છે. કોલકાતા પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો જૂના વીડિયો અને અન્ય સ્થળોની તસવીરો શેર કરીને કોલકાતામાં હિંસા થઈ રહી હોવાની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોલકાતામાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને જે લોકો ભ્રામક પોસ્ટ શેર કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને વણચકાસાયેલી વિગતો શેર ન કરવા અપીલ કરી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની આ હિંસાએ લોકશાહીના મૂલ્યો સામે અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ ભાજપ પોતાની જીતની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ટીએમસી પોતાના કાર્યકરો અને ઓફિસો પર થઈ રહેલા હુમલાઓનો વિરોધ કરી ન્યાયની માંગ કરી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?