અલી ખામેનેઈ મોત બાદ જમ્મુ-કાશ્મીરમાં ઉગ્ર દેખાવો
પ્રતિબંધ છતાં બંધ અને વિરોધ પ્રદર્શન, ભીડ વિખેરવા લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કરાયો

ખામેનેઈના મોત બાદ જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન થતાં પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસ છોડવાની ફરજ પડી

ખામેનેઈના મોત બાદ જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન થતાં પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસ છોડવાની ફરજ પડી
ઈરાનના સુપ્રીમ લીડર Ali Khameneiના મોત બાદ તેની અસર ભારત સુધી જોવા મળી રહી છે. Jammu and Kashmirમાં પ્રતિબંધો લાગુ હોવા છતાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં બંધ અને ઉગ્ર દેખાવો નોંધાયા છે. સ્થિતિ કાબૂમાં રાખવા સુરક્ષા દળોને લાઠીચાર્જ અને ટિયર ગેસનો સહારો લેવો પડ્યો છે.
પ્રતિબંધ વચ્ચે બંધ અને વિરોધ પ્રદર્શન
શ્રીનગર સહિત અનેક શહેરોમાં બજારો, પરિવહન અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધસૈનિક દળોની વધારાની તહેનાતી કરવામાં આવી છે. તંત્ર દ્વારા મનાઈ હુકમ હોવા છતાં કેટલાક વિસ્તારોમાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવતા જોવા મળ્યા.
રસ્તા બંધ, ઇન્ટરનેટ મર્યાદિત
શ્રીનગરના કેટલાક મુખ્ય માર્ગો પર અવરજવર રોકવામાં આવી છે. બારામુલા, બડગામ, પુલવામા, શોપિંયા અને બાંદીપોરા જેવા શિયા બહુમતીવાળા વિસ્તારોમાં પણ જનજીવન પર અસર જોવા મળી. સાવચેતીના ભાગરૂપે ઈન્ટરનેટ સ્પીડ મર્યાદિત કરવામાં આવી અને શૈક્ષણિક સંસ્થાઓને રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રતિબંધ છતાં શિયા સમુદાયના લોકો એકઠા થયા હતા. દેખાવકારોએ પોસ્ટર અને અમેરિકા-ઈઝરાયલ વિરોધી સૂત્રો લખીને દેખાવો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ
કેટલાક સ્થળોએ દેખાવકારોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ અને સુરક્ષા દળોને ભીડ વિખેરવા પગલાં લેવા પડ્યા. લાઠીચાર્જ અને ટિયર ગેસના શેલ છોડાતા પરિસ્થિતિ થોડા સમય માટે તંગ બની ગઈ હતી. સતત પેટ્રોલિંગ અને વધારાની સુરક્ષા વ્યવસ્થા બાદ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
તંત્રની અપીલ
સ્થાનિક પ્રશાસને નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ વધારવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દેશના આકાશમાં મોટો ફેરફાર! IMDની નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના લગભગ 90% વિસ્તારમાં વાદળો ઘટ્યા છે… તો શું ચોમાસું હવે વિદાય તરફ છે?

વર્ષોની મહેનત બાદ પરીક્ષા પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે અસર કરી શકે છે? પુણેમાં થનારા વિરોધથી લઈને ઉમેદવારોની તમામ માગણીઓ સુધી જાણો સમગ્ર મામલો...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ 6E 225 સાથે બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણો ઘટના કેવી રીતે બની અને તપાસમાં કયા પાસાં પર ધ્યાન અપાઈ રહ્યું છે.