ઈન્દોરમાં 5 માળની ઈમારત ધરાશાયી, 2ના મોત
5 માળની ઈમારત ધ્વસ્ત, 12 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
5 માળની ઈમારત ધરાશાયી
5 માળની ઈમારત ધરાશાયી
મધ્યપ્રદેશના ઈન્દોરના રાનીપુરા વિસ્તારમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી. રાત્રે લગભગ 9 વાગ્યે એક પાંચ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. જાણવા મળ્યું છે કે, લગાતાર વરસાદને કારણે ઈમારતમાં તિરાડો પડી હતી, જેના લીધે આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો અને કેટલાક લોકો કાટમાળમાં દટાઈ ગયા હોવાની માહિતી મળી. આસપાસના રહેવાસીઓએ તુરંત પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને નગર નિગમની ટીમો ઘટનાસ્થળે પહોંચી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરાઈ. લગભગ 12 લોકો કાટમાળમાં દબાયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. વહીવટી તંત્ર દ્વારા વિસ્તારને સીલ કરી દેવાયો છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઘટનાસ્થળે જેસીબી મશીનો દ્વારા કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓ પણ કાટમાળ પર ચઢીને ખાતરી કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ દબાયેલી નથી. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 12 લોકોને એમવાય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 2 લોકોના મોત થયા છે..કલેક્ટર શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?