ભંગાર વેચીને સરકારે ૪,૪૦૫ કરોડ કમાયા!
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ Scrape Revenueથી મોટી આવક

૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં રૂ. ૪,૪૦૫.૨૮ કરોડની કમાણી

૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં રૂ. ૪,૪૦૫.૨૮ કરોડની કમાણી
કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ભંગાર (Scrape) વેચીને મોટી આવક મેળવી છે. ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં સરકારી કચેરીઓમાંથી જૂની ફાઇલો, મશીનરી, લોખંડ અને અન્ય ભંગાર વેચીને કુલ રૂ. ૪,૪૦૫.૨૮ કરોડની આવક થઈ છે. માત્ર ડિસેમ્બર ૨૦૨૫ અને જાન્યુઆરી ૨૦૨૬માં બે મહિનામાં જ રૂ. ૨૦૦.૨૧ કરોડની કમાણી થઈ છે. આ અભિયાન હેઠળ સરકારી કચેરીઓને સ્વચ્છ કરવાની સાથે વણવપરાયેલી સામગ્રીમાંથી આવક મેળવવાનો બેવડો હેતુ સફળ રહ્યો છે.
જાન્યુઆરીમાં ૫,૧૮૮ કચેરીઓમાં અભિયાન સરકારી અહેવાલ મુજબ જાન્યુઆરી ૨૦૨૬માં દેશભરમાં ૫,૧૮૮ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ૮૧,૦૦૦થી વધુ જૂની ફાઇલો દૂર કરવામાં આવી અને લગભગ ૪.૩૪ લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે. આ ખાલી જગ્યાનો ઉપયોગ હવે વધુ મહત્વના કામ માટે થઈ શકે છે. જાન્યુઆરીમાં ભંગાર વેચાણથી રૂ. ૧૧૫.૮૫ કરોડની આવક થઈ છે, જેમાં કોલસા મંત્રાલયે સૌથી મોટો ફાળો આપ્યો છે. કોલસા મંત્રાલયે એકલા ૧.૮૮ લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરી છે.
કોલસા, ભારે ઉદ્યોગ અને રેલ્વે મંત્રાલયનો મોટો યોગદાન ભંગાર વેચાણમાં કોલસા, ભારે ઉદ્યોગ અને રેલ્વે મંત્રાલયોએ સૌથી વધુ ફાળો આપ્યો છે. આ ત્રણેય મંત્રાલયોએ જૂની મશીનરી, લોખંડ અને અન્ય વસ્તુઓ વેચીને નોંધપાત્ર આવક મેળવી છે. કોલસા મંત્રાલયે જૂના ઉપકરણો અને ભંગાર ધાતુ વેચીને મોટી રકમ એકત્ર કરી છે, જેનાથી ઓફિસોમાં જગ્યા પણ ખાલી થઈ છે અને સ્વચ્છતા પણ વધી છે.
૯૪% કામ ડિજિટલ થયું, ફાઇલોના ઢગલા ઘટ્યા અભિયાનનો બીજો મોટો લાભ ડિજિટલાઇઝેશનમાં જોવા મળ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬માં લગભગ ૯૪ ટકા ફાઇલો ઈ-ફાઇલ તરીકે પ્રોસેસ કરવામાં આવી છે. દેશભરના ૬૫ સરકારી વિભાગોએ ૯૦ ટકાથી વધુ કામ ડિજિટલ રીતે કરવાનું શરૂ કરી દીધું છે. આનાથી કાગળના ઢગલા ઘટ્યા છે, ફાઇલોની હિલચાલ સરળ બની છે અને કામમાં પારદર્શિતા તથા ઝડપ વધી છે. ૨૦૨૧માં ફાઇલ એક ડેસ્કથી બીજા ડેસ્ક સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો હતો, જે હવે નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.
૫.૫૭ લાખથી વધુ ફરિયાદોનો નિરાકરણ સ્વચ્છતા અભિયાન સાથે સરકારે જાહેર ફરિયાદોના નિરાકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જાન્યુઆરીમાં ૯૦ ટકાથી વધુ જાહેર ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કુલ ૫.૫૭ લાખથી વધુ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. સાંસદો અને રાજ્ય સરકારો દ્વારા મોકલવામાં આવેલા તાત્કાલિક પત્રોનો પણ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતા અને આવકનો બેવડો લાભ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સરકારે બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ભંગાર વેચીને માત્ર જગ્યા જ નથી ખાલી થઈ રહી, પરંતુ સારીએવી આવક પણ થઈ રહી છે. આ અભિયાનથી સરકારી કચેરીઓ સ્વચ્છ થઈ રહી છે, કામનું વાતાવરણ સુધરી રહ્યું છે અને રાષ્ટ્રીય તિજોરીમાં પણ ફાળો ઉમેરાઈ રહ્યો છે. આ સિદ્ધિને સ્વચ્છતા અને આર્થિક લાભનું અનોખું સંયોજન ગણાવવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની