આંધ્રમાં મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો- અનેક દાખલ
દૂષિત પાણીથી આંધ્રપ્રદેશમાં રોગચાળો ફાટી નીકળ્યો, બે દર્દીઓની હાલત અત્યંત ગંભીર

મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો

મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો
શિયાળાના ઠંડા વાયરા શમ્યા નથી અને ગરમીનો અહેસાસ ચાલુ થયો છે. આ મિશ્ર સીઝનમાં તબિયત નરમ થવી અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ઝાડા-ઊલટીનો ગંભીર રોગચાળો ફાટી નીકળતા જાહેર આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સત્તાવાર અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં આ પ્રકોપને કારણે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ઓછામાં ઓછા 76 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વ્યક્તિગત રીતે આ સ્થિતિની સમીક્ષા કરી છે.
સાવચેતીના પગલાં
GEMS હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી બેની હાલત અત્યંત નાજુક છે, જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે અને બીજાનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારીઓએ તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા અપાતો પાણી પુરવઠો બંધ કરી દીધો છે અને ટેન્કરો દ્વારા સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા કરી છે.
ડાયરિયાના ગંભીર લક્ષણો: ક્યારે સાવધાન થવું?
સામાન્ય રીતે ઝાડા-ઊલટી 24 કલાકમાં મટી જતા હોય છે, પરંતુ નીચેના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ:
24 કલાકમાં 3થી વધુ વખત પાતળા ઝાડા થવા.
સતત ઊલટી થવી અને પેટમાં સખત દુખાવો.
ડિહાઈડ્રેશનના ચિહ્નો: વધુ પડતી તરસ લાગવી, મોઢું સુકાઈ જવું, પેશાબ ઓછો આવવો અથવા આંખો ઊંડી ઉતરી જવી.
મળમાં લોહી પડવું કે ખૂબ જ તીવ્ર તાવ આવવો.
બચાવ અને સારવાર
1. ORS નું સેવન: શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે ORS નું દ્રાવણ સતત લેતા રહેવું.
2. પાણી ઉકાળીને પીવું: રોગચાળા દરમિયાન પાણીને ઉકાળીને પીવું એ સૌથી સુરક્ષિત રસ્તો છે.
3. સ્વચ્છતા: જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી હાથ ધોવા.
સ્થાનિક સત્તાવાળાઓ હાલમાં ફિલ્ડ લેવલ પર સર્વેલન્સ કરી રહ્યા છે જેથી નવા કેસોને શોધી શકાય અને રોગચાળાને વધુ ફેલાતો અટકાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની