પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ થશે નિવૃત
એશિયાના પ્રથમ મહિલા લોકોમોટિવ પાયલટ 36 વર્ષની સફળ કારકિર્દી બાદ 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે
લોકો પાયલટ સુરેખા યાદવ
લોકો પાયલટ સુરેખા યાદવ
એશિયાના પ્રથમ મહિલા લોકોમોટિવ પાઇલટ સુરેખા યાદવ 30 સપ્ટેમ્બરના રોજ 36 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા ગુરુવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમની લાંબી અને પ્રેરણાદાયક કારકિર્દીનો અંત આવી રહ્યો છે. તાજેતરમાં, ટ્રેન નંબર 22222, હજરત નિઝામુદ્દીન-CSMT રાજધાની એક્સપ્રેસથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચતા તેમના સાથીદારોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
30 સપ્ટેમ્બરના રોજ થશે નિવૃત્ત
સુરેખા યાદવની સેવાને બિરદાવતા મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી, જેમાં જણાવ્યું કે, 'એશિયાના પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર, 36 વર્ષની શાનદાર સેવા પછી 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થશે. એક સાચા માર્ગદર્શક તરીકે, તેમણે અવરોધો તોડ્યા, અસંખ્ય મહિલાઓને પ્રેરણા આપી અને સાબિત કર્યું કે, કોઈ પણ સ્વપ્ન અધૂરું નથી. તેમની યાત્રા ભારતીય રેલવેમાં મહિલા સશક્તિકરણનું પ્રતીક બની રહેશે.'

આનંદ મહિન્દ્રાએ પાઠવ્યા અભિનંદન
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ સુરેખા યાદવની નિવૃત્તિ પર એક ભાવપૂર્ણ સંદેશ પોસ્ટ કર્યો. તેમણે પોતાની X પોસ્ટમાં સુરેખા યાદવને નિવૃત્તિ પછીના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું, "સુરેખા યાદવજી, અગ્રેસર હોવા બદલ અભિનંદન. અને લોકોની સેવાની આટલી લાંબી કારકિર્દી પછી તમારી નિવૃત્તિ પર મારી શુભેચ્છાઓ. આજે તમે અમને યાદ અપાવ્યું છે કે, તમારા જેવા પ્રતિષ્ઠિત પરિવર્તનકર્તાઓનું સન્માન થવું જોઈએ અને તમારા યોગદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ.'
આ પણ વાંચો: રેલવે કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ જાહેર
સુરેખા યાદવની કારકિર્દી
મહારાષ્ટ્રના સાતારામાં જન્મેલા સુરેખા યાદવે લોકોપાયલટ બનતા પહેલાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. તેમણે પ્રશિક્ષુ સહાયક ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પરંપરાગત રીતે પુરુષ-પ્રધાન ક્ષેત્રમાં અનેક અવરોધો પાર કરીને ટોચ પર પહોંચ્યા હતા. એશિયાના પ્રથમ લોકોમોટિવ પાયલટ હોવા ઉપરાંત, તેઓ 2023માં સોલાપુરથી CSMT સુધી વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બન્યા હતા. તેમની આ અદ્ભુત સિદ્ધિઓ માટે, તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. સુરેખા યાદવનું નામ ભારતીય રેલવેના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?