મણિપુરમાં લોકશાહીની વાપસી: ખેમચંદ સિંહ નવા CM
મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું,યુમનામ ખેમચંદ સિંહ મુખ્યમંત્રી બન્યા

મણિપુર નવા મુખ્યમંત્રી

મણિપુર નવા મુખ્યમંત્રી
મણિપુરના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બુધવારે (4 ફેબ્રુઆરી, 2026) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે અને ફરી એકવાર લોકશાહી સરકારની સ્થાપના થઈ છે.
યુમનામ ખેમચંદ સિંહે સંભાળ્યું સુકાન :
NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા ભાજપના વરિષ્ઠ નેતા યુમનામ ખેમચંદ સિંહે આજે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ખેમચંદ સિંહ મેતૈઈ સમુદાયમાંથી આવે છે અને તેઓ અગાઉ મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
સર્વસમાવેશક મંત્રીમંડળ અને શાંતિનો પ્રયાસ :
રાજ્યમાં વંશીય સંઘર્ષ બાદ શાંતિ સ્થાપવા માટે નવા મંત્રીમંડળમાં ત્રણેય મુખ્ય સમુદાયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં બે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે:
નેમચા કિપગેન: નાયબ મુખ્યમંત્રી (કુકી સમુદાય)
લોસી દિખો: નાયબ મુખ્યમંત્રી (નાગા સમુદાય)
મણિપુર હિંસાથી સરકારની રચના સુધીની સફર :
મે 2023માં શરૂ થયેલી વંશીય હિંસા બાદ રાજ્યમાં લાંબો સમય અશાંતિ રહી હતી. ફેબ્રુઆરી 2025માં એન. બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્યમાં કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. હવે એક વર્ષ બાદ સ્થિતિમાં સુધારો થતા કેન્દ્ર સરકારે ચૂંટાયેલી સરકારને સત્તા સોંપવાનો નિર્ણય લીધો છે. 60 બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપ પાસે 37 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બહુમતીના આંકડા કરતા વધુ છે. નવી સરકાર સામે રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપવી અને વિસ્થાપિત થયેલા હજારો લોકોને ફરી વસાવવા એ સૌથી મોટો પડકાર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?

મણિપુરમાં 10નાં મોતથી ખળભળાટ! મૃતદેહનું માથું ગાયબ થતાં નાગા સંગઠનનો સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ… હવે આગળ શું થશે?

બે વર્ષ જૂનો ખાણકામનો વિવાદ અને પૂર્વ ધારાસભ્યનું મોત! ક્રશર પ્લાન્ટ પર એવું શું થયું કે મામલો હિંસક બન્યો?