રાહુલ ગાંધીના પીએમ અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો
'દેશમાં આવી રહ્યું છે મોટું 'આર્થિક તોફાન', પીએમ મોદી પણ નહીં બચાવી શકે'

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Rahul Gandhi Calls PM Modi, Amit Shah Traitor: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રહારો કર્યા છે. રાયબરેલીના લોધવારી ગામમાં આયોજિત 'બહુજન સ્વાભિમાન સભા'ને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને 'ગદ્દાર' ગણાવ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે, જ્યારે પણ RSSના લોકો સામે આવે ત્યારે તેમને ખુલ્લેઆમ કહેજો કે તમારા વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંગઠન ગદ્દાર છે, કારણ કે તમે હિન્દુસ્તાનને વેચવાનું કામ કર્યું છે.
બંધારણ ખતમ કરવાનો અને આર્થિક તોફાનનો દાવો
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ બંધારણના મુદ્દે પણ ભાજપ સરકારને ઘેરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશનું બંધારણ ખતમ કરવા પાછળ માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને RSSની જ ભૂલ છે. આ ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે દાવો કર્યો કે, હવે ટૂંક સમયમાં જ એક મોટું 'આર્થિક તોફાન' આવી રહ્યું છે, જેમાં પીએમ મોદી પણ જનતાને બચાવી નહીં શકે. રાહુલ ગાંધીએ ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, જે રીતે કોરોના મહામારી અને નોટબંધીના સમયે પીએમ મોદીએ ટીવી પર આવીને ભાવુક નિવેદનો આપ્યા હતા, તે જ રીતે તેઓ ફરી એકવાર ટીવી પર આવીને હાથ જોડીને રડશે અને પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કરશે.
2027ની વિધાનસભા ચૂંટણી પર નજર
રાજકીય વિશ્લેષકોના મતે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીની આ 7મી રાયબરેલી મુલાકાત છે. આ અગાઉ તેઓ 19 જાન્યુઆરી 2026ના રોજ અહીં આવ્યા હતા. તેમની આ વારંવારની મુલાકાતો દર્શાવે છે કે કોંગ્રેસ અત્યારથી જ વર્ષ 2027માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશમાં પોતાનો જનાધાર મજબૂત કરવા માંગે છે. પોતાના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે રાહુલે સ્થાનિક ગેસ્ટ હાઉસમાં કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાની સમસ્યાઓ સાંભળી હતી. લોધવારી જતા સમયે ભરતગંજ બજારમાં તેમણે પોતાનો કાફલો રોકીને ઉત્સાહી જનમેદની સાથે મુલાકાત પણ કરી હતી.
અમેઠીમાં સાંસદ કે.એલ. શર્મા વિરુદ્ધ પોસ્ટર વોર
રાહુલ ગાંધી રાયબરેલીની મુલાકાત બાદ પોતાના જૂના ગઢ ગણાતા અમેઠીની મુલાકાતે પણ જવાના છે. જોકે, તેમના આગમન પૂર્વે જ અમેઠીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. અમેઠીના વર્તમાન કોંગ્રેસ સાંસદ કે.એલ. શર્મા વિરુદ્ધ સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શનના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં પૂછવામાં આવ્યું છે કે, "કિશોરી લાલ જી, બે વર્ષમાં તમે શું કર્યું?" જેમાં આરોપ લગાવાયો છે કે તેમણે માત્ર પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ અને કોંગ્રેસ નેતાની શાળાને જ સુવિધા આપી છે. આ સાથે જ આ પોસ્ટરોમાં અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીના ૫ વર્ષના કાર્યકાળના વિકાસ કામોની સરખામણી કરીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?